Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Accident between car and bike in Modasa, foreign liquor seized from car

VIDEO: મોડાસામાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત, કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોડાસાના સાબલપુર સીજી અને પંપ પાસે કાર અને બાઈક વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બેફામ કાર ચાલકે બાઈક સવાર લોકોને અડફેટે લીધા બાદ ભાગવા જતાં કાર ટ્રક સાથે અથાઈ હતી. આ અકસ્માતમાં બાઈક સવાર બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. લોકચર્ચા મુજબ અકસ્માત સર્જનાર કાર ચાલક હોમગાર્ડમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે, અને તલાશી દરમિયાન કારમાંથી વિદેશી દારૂના બે ક્વાર્ટર પણ મળી આવ્યા હતા. ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ સાહસ દાખવીને અકસ્માત સર્જનાર બેફામ કાર ચાલકને સ્થળ પર જ ઝડપી પાડીને પોલીસના હવાલે કર્યો હતો.

App Store