VIDEO: મહાનાયક અમિતાભ બચ્ચન અયોધ્યામાં પોતાના પિતાની યાદમાં બનાવશે ધર્મશાળા!
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન દ્રારા તેમના પિતા હરિવંશરાય બચ્ચનની યાદમાં અયોધ્યામાં ધર્મશાળા બનાવવાનો પ્લાન કર્યો છે. અમિતાભે પિતાની યાદમાં અયોધ્યામાં 20 રૂમની ધર્મશાળા શરુ કરવા માટે અયોધ્યા ડેવલોપમેન્ટ ઓથોરિટી પાસે પરમિશન માંગી છે. એડીએ દ્રારા દિવસ 15માં આ જમીન સાથે જોડાયેલા કોઇ પણ હિત મુદ્દે ક્લીયરન્સ માંગ્યું છે. અમિતાભે અયોધ્યામાં દશરથ પથ પર ધ સરિયુ પ્રોજેક્ટમાં મોટી જમીન રાખી છે. આ જમીનની કિંમત 15 હજાર કરોડ રૂપિયાની હોવાની ચર્ચા હતી. આ જમીન પર અંદાજે પાંચ હજાર ચોરસ મીટર જમીન પર હરિવંશરાય બચ્ચન મેમોરિયલ ટ્રસ્ટ દ્રારા ધર્મશાળાનું નિર્માઁણ કરવામાં આવશે. આ ધર્મશાળામાં 20 જેટલા રૂમ હશે. ધર્મશાળામાં અયોધ્યા આવતા શ્રધ્ધાળું માટે સુવિઘા ઉભી થશે. ધર્મશાળાનો પ્રોજેક્ટ કેવો છે... તેમા શું શું હશે.. કેટલા રૂમ હશે વગેરે બાબતો હજુ જાહેર કરવામાં આવી નથી. જેવી અયોધ્યા અર્બન ઓથોરિટી દ્રારા મંજૂરી મળી જશે પછી જ અસલ પ્રોજેક્ટની વિગત સામે આવશે. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓએ પણ આ પ્રસ્તાવ મળ્યાની પુષ્ટિ કરી છે.
અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીને ક્લીયરન્સ મળ્યા બાદ અમિતાભને બાંધકામ શરુ કરવાની પરમિશન મળી જશે. ઓક્ટોબરમાં ધર્મશાળાનું કામ શરૂ થઇ શકે છે. અમિતાભ બચ્ચન માટે આ પ્રોજેક્ટ તેમના પિતા હરિવંશરાય બચ્ચનને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ પણ છે. હરિવંશરાય બચ્ચન હિન્દી સાહિત્યના જાણીતા કવિ હતા. વિશ્વખ્યાત કૃતિ ‘મધુશાલા’નું તેમણે સર્જન કર્યું હતું. અમિતાભ બચ્ચને વર્ષ 2013માં તેમના પિતાની યાદમાં હરિવંશરાય બચ્ચન મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. ટ્રસ્ટનો હેતુ ચેરિટી અને સામાજિક કાર્યો માટેનો છે. હવે અયોધ્યા જેવા વિશ્વવિખ્યાત ધાર્મિક શહેરમાં તેમના પિતાના નામે ધર્મશાળા બનાવવાની યોજના આ સ્મૃતિને વધુ વિશાળ સ્વરૂપ આપશે..
--- બ્યૂરો રિપોર્ટ, જીએસીટીવી

