Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : stop thinking of himself as the father of Bollywood"

VIDEO: "પોતાને બોલિવૂડના બાપ સમજવાનું બંધ કરે", સલમાન ખાન પર ભડક્યા 'કાલા હિરણ'ના પ્રોડ્યુસર

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ફિલ્મ ‘કાલા હિરન: બેટલ ફોર લિગસી’ કેસમાં 1 જુલાઈના રોજ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જે હવે 6 જુલાઈ સુધી ટાળી દેવામાં આવી છે. સલમાન ખાને આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા માટે અરજી દાખલ કરી છે. આ બધાની વચ્ચે ફિલ્મના પ્રોડ્યુસરે દાવો કર્યો છે કે આ ફિલ્મ વિશ્વભરના 8000 સિનેમાઘરોમાં એકસાથે રિલીઝ થશે.

App Store

સલમાન ખાને ફિલ્મ ‘કાલા હિરણ: બેટલ ફોર લિગસી’ની રિલીઝ અટકાવવા માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તેમણે પોતાની અરજીમાં ફિલ્મના મેકર્સ અને તેની સાથે જોડાયેલા તમામ લોકો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. જોકે, સુનાવણી બાદ પ્રોડ્યુસરનું કહેવું છે કે સલમાન ખાન પોતાને બોલિવૂડના બાપ સમજવાનું બંધ કરી દે, ફિલ્મ તો જરૂર રિલીઝ થશે.

સલમાન ખાન પર કસ્યો કટાક્ષ

સલમાન ખાનની અરજી પર સુનાવણી થયા બાદ પ્રોડ્યુસર અમિત જાનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સલમાન ખાન પર આકરો કટાક્ષ કર્યો છે. તેમણે X (ટ્વિટર) પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, "આજે પણ સલમાન ખાનને દિલ્હી હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી અને ફિલ્મ પર કોઈ પ્રતિબંધ પણ નથી મુકાયો. હવે આગામી સુનાવણી 6 જુલાઈ પર ટળી ગઈ છે. તે ભલે પોતાને બોલિવૂડના બાપ સમજતો હોય, પરંતુ 'કાલા હિરન'ની રિલીઝ અટકશે નહીં. આ ફિલ્મ એકસાથે 8000 સિનેમાઘરોમાં રિલીઝ થશે."

સલમાન ખાનના પ્રયાસો થઈ રહ્યા છે નિષ્ફળ

નોંધનીય છે કે, સલમાન ખાને દિલ્હી હાઈકોર્ટમાં આ ફિલ્મની રિલીઝ પર સ્ટે લાવવા માટે અરજી કરી છે. તેનું કહેવું છે કે આ ફિલ્મથી તેમની છબી ખરડાઈ શકે છે. એક્ટરના મતે, આ ફિલ્મ વર્ષ 1998ના ચર્ચિત કાળા હરણ શિકાર કેસથી પ્રેરિત છે. ભલે ફિલ્મમાં ક્યાંય તેમનું નામ નથી લેવામાં આવ્યું, પરંતુ ફિલ્મના પોસ્ટર, પ્રમોશનલ મટીરિયલ અને મેકર્સના ઈશારાઓ પરથી સ્પષ્ટ લાગે છે કે આ ફિલ્મ તેના પર જ આધારિત છે.

જ્યારે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું, ત્યારે સલમાનની અરજીમાં જણાવાયું હતું કે ફિલ્મનું પાત્ર ઘણું ખરું તેના જેવું જ દેખાય છે. પોસ્ટરમાં જે રીતે પાત્રને બંદૂક સાથે બતાવવામાં આવ્યું છે, તે પણ સલમાનના લુક તરફ ઈશારો કરે છે. જોકે, સુનાવણી દરમિયાન જ્યારે જસ્ટિસ જ્યોતિ સિંહે પૂછ્યું કે શું ફિલ્મ રિલીઝ થવાની છે, ત્યારે મેકર્સના વકીલે જણાવ્યું કે હાલમાં ફિલ્મની કોઈ રિલીઝ ડેટ નક્કી કરવામાં આવી નથી.