VIDEO: પહેલાગામ આતંકી હુમલા બાદ પ્રવાસનને વેગ આપવા ગોલ્ફ ટુર્નામેન્ટનું કરવામાં આવ્યું આયોજન
જમ્મુ-કાશ્મીરનું સુંદર પ્રવાસન સ્થળ પહેલગામ હવે ફરી ધીમે ધીમે સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામના બૈસરન વિસ્તારમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત બાદ પહેલગામના પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો અને પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટનાને એક વર્ષથી વધુ સમય વીતી જાતાં પ્રવાસીઓની અવરજવર ધીમે ધીમે જોવા મળી રહી છે. પ્રવાસન સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓ પણ હવે શરૂ થઈ ગઇ છે... પહેલગામમાં બે દિવસીય ગોલ્ફ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. જેમાં દેશના વિવિધ ભાગો ઉપરાંત વિદેશમાંથી પણ ગોલ્ફરોએ ભાગ લીધો હતો. ગોલ્ફ કોર્સમાં ખેલાડીઓએ સુંદર કુદરતી વાતાવરણ વચ્ચે ગોલ્ફની રમતનો આનંદ માણ્યો હતો આ સમગ્ર આયોજનને સ્પોર્ટ્સ ટૂરિઝમ સાથે પણ જોડવામાં આવ્યું હતું.. ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવેલા ગોલ્ફરો માટે પહેલગામની ખીણો, પહાડો અને લીલીછમ પ્રકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી...
એક સમયે પ્રવાસીઓથી ધમધમતા પહેલગામમાં આતંકી હુમલા બાદ લાંબા સમય સુધી સન્નાટા છવાયો હતો. સ્થાનિક હોટેલ, રેસ્ટોરન્ટ, ટ્રાવેલ અને ઘોડાવાળાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પર પણ તેની અસર પડી હતી. 2026માં પ્રવાસીઓ ધીમે ધીમે પરત ફરવાનું કર્યું હતું. જોકે પ્રવાસન હજુ પણ અગાઉ જેવું પુર્વરત થયું નથી. ગોલ્ફ જેવી રમતગમતની મોટી પ્રવૃત્તિઓના આયોજને પહેલગામ તરફ ફરીથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના સલાહકાર નાસિર અસલમ વાણી પણ ઉપસ્થિત રહ્યા હતા તેણે જણાવ્યું હતું કે શ્રીનગર, પહેલગામ અને ગુલમર્ગમાં ગોલ્ફ ટુર્નામેન્ટ જેવી પ્રવૃત્તિઓ રમતગમતની સાથે પ્રવાસનને પણ પ્રોત્સાહન આપે છે. પહેલગામમાં આ ગોલ્ફ ટુર્નામેન્ટ સ્થાનિક ટૂરિઝમને પ્રોસ્તાહન આપશે. ગોલ્ફ કોર્સ પર એક તરફ ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા જોવા મળી તો બીજી તરફ આસપાસની ખીણોમાં પ્રવાસીઓની ચહલપહલ જોવા મળી હતી.. પહલગામ વિસ્તારના લોકો ટુરિઝમ પર આધારિત છે. ટુરિસ્ટો વધારે આવશે તો તેના જીવનધોરણમાં પણ સુધારો આવશે.
---- બ્યૂરો રિપોર્ટ - જીએસટીવી

