VIDEO: આંધ્રપ્રદેશમાં 42 ફૂટ ઊંચી ગણેશ મૂર્તિને બે લાખથી વધુ પેનથી સજાવવામાં આવી
આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં ગણપતિ બાપ્પાની એક અનોખી મૂર્તિ ભક્તો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. પ્રકાશમમાં 42 ફૂટ ઊંચી ગણેશજીની ભવ્ય મૂર્તિને બે લાખથી વધુ પેનથી સજાવવામાં આવી છે. સામાન્ય રીતે ગણેશજીની મૂર્તિમાં માટી, ધાતુ, ફૂલો, ચોકલેટ, અનાજ અથવા અન્ય વિવિધ સામગ્રીનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. પરંતુ પ્રકાશમમાં ગણપતિને પેનથી સજાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની પેનથી સજાવવામાં આવેલી દેશની પ્રથમ મુર્તિ છે. આ વિશાળ મૂર્તિ તૈયાર કરવા માટે કલાકારો અને ભક્તોએ સતત લગભગ બે મહિના સુધી મહેનત કરી હતી. મૂર્તિનું કદ વિશાળ હોવાના કારણે
છે કે તેને તૈયાર કરવા માટે માત્ર મોટી સંખ્યામાં પેન એકત્ર કરવી પૂરતી નહોતી, પરંતુ દરેક પેનને ચોક્કસ રીતે ગોઠવીને ગણેશજીના આકાર સાથે જોડવાનું પડકારજનક કામ પણ કરવું પડ્યું છે.
બે લાખથી વધુ પેનને મૂર્તિના અલગ-અલગ ભાગો પર એવી રીતે ગોઠવવામાં આવી છે કે દૂરથી જોતા ગણેશજીનું આખું સ્વરૂપ પેનના વિશાળ આવરણથી ઢંકાયેલું જોવા મળે છે. ગણપતિની સૂંઢ, કાન, હાથ, મુગટ અને શરીરના અન્ય ભાગોને આ પેનની ગોઠવણી દ્વારા વિશેષ આકાર આપવામાં આવ્યો છે.
મૂર્તિ તૈયાર કરતી વખતે સૌથી પહેલા ગણેશજીના વિશાળ કદનું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના ઉપર પેનને એક પછી એક ગોઠવવામાં આવી હતી. પેનને મજબૂત રીતે સ્થિર રાખવા માટે વિશેષ સપોર્ટ બનાવવામાં આવ્યો હતો. બે મહિનાની સતત મહેનત બાદ જ્યારે ગણપતિનું અંતિમ સ્વરૂપ તૈયાર થયું. આ આનોખા ગણપતિને જોવા માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે.
ગણેશજીને બુદ્ધિ અને જ્ઞાનના દેવતા તરીકે પૂજવામાં આવે છે. તેથી પેન અને ગણપતિનું આ સંયોજન વિશેષરુપે કરવામાં આવ્યું છે. ગણેશ આયોજનના સભ્ય વિગ્નેશ્વર બાલા કહે છે, અમે છેલ્લા 37 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવીએ છીએ. દર વખતે અમે નવી થીમ પર ગણપતિની મુર્તિ બનાવીએ છીએ. આ વર્ષે પેનની થીમ પર મુર્તિ બનાવી છે. આ વિશાળ મૂર્તિને જોવા માટે આસપાસના વિસ્તારોમાંથી અનેક લોકો આવે છે. અનોખા ગણપતિ જોઇને લોકો આશ્રર્ય સાથે આનંદીત પણ થાય છે.
ગણપતિ બાપ્પાની 42 ફૂટની આ અનોખી મુર્તિ જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે. પેનથી બનેલી અનોખી મુર્તિ લોકોમાં આશર્યનું કેન્દ્ર બની છે.
------ બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

