VIDEO: સુરેન્દ્રનગરમાંથી માનવતા અને કાયદાના શાસનનો એક અદભૂત કિસ્સો પ્રકાશમાં આવ્યો
સુરેન્દ્રનગરમાંથી માનવતા અને કાયદાના શાસનનો એક અદભૂત કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી પોતાના ગીરે મૂકેલા ઘરેણાં મેળવવા વલખાં મારતા દંપતીની વહારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ આવ્યા છે.સુરેન્દ્રનગરના એક દંપતીએ આર્થિક તંગીને કારણે 32 તોલા સોનાના દાગીના જલા બામ્બા અને હિતેશ ખરીગિયા પાસે ગીરે મૂક્યા હતા. જેની કિંમત આશરે 52 લાખ રૂપિયા હતી. દંપતી ત્રણ વર્ષથી ધક્કા ખાતું હતું, પરંતુ વ્યાજખોર તત્વો ઘરેણાં પરત આપતા નહોતા.મામલો પોલીસવડા પ્રેમસુખ ડેલુ પાસે પહોંચતા જ તેમણે માત્ર 6 કલાકમાં કાર્યવાહી કરી દાગીના પરત અપાવ્યા હતા. ન્યાય મળતા જ પીડિત મહિલાની આંખોમાં હરખના આંસુ આવી ગયા હતા અને તેમણે પોલીસવડાને 'તમે મારા ભાઈ છો, હું તમને રાખડી બાંધીશ' કહી આભાર માન્યો હતો. પોલીસે ગેરકાયદેસર રીતે દાગીના રાખનાર તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.

