VIDEO: Surendranagar / સરકારી કર્મચારીઓ સામે ટ્રાફિક પોલીસની લાલ આંખ; હેલ્મેટ ડ્રાઈવમાં 56 કર્મીઓ દંડાયા
સોર્સ : GSTV
સુરેન્દ્રનગરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કચેરીઓ બહાર હાથ ધરવામાં આવેલી ખાસ હેલ્મેટ ડ્રાઈવમાં 56 સરકારી કર્મચારીઓ દંડાયા છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા આ કર્મચારીઓ પાસેથી કુલ 28,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. વધતા અકસ્માતોને રોકવા અને કર્મચારીઓની સુરક્ષા માટે આ ડ્રાઈવ સતત એક મહિના સુધી ચાલુ રાખવાનો આદેશ અપાયો છે. તંત્રએ કડક ચેતવણી આપી છે કે જો કોઈ કર્મચારી વારંવાર હેલ્મેટ વગર પકડાશે, તો તેમનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ ડ્રાઈવથી સરકારી આલમમાં ફફડાટ ફેલાયો છે.

