VIDEO : Surendranagar રેલ્વે લાઇન પર કામ કરતા પરપ્રાંતિય શ્રમિકનું રહસ્યમય મોત, પોસ્ટમોર્ટમ વિના મૃતદેહ વતન લઈ જવાની તજવીજ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના બજાણા રેલ્વે લાઇન પર મજૂરી કામ કરતા એક પરપ્રાંતિય શ્રમિકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે. 32 વર્ષીય પપ્પુભાઈ નામના યુવકની તબિયત અચાનક લથડતા તેમને તાત્કાલિક પાટડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સાથી શ્રમિકોના જણાવ્યા અનુસાર, પપ્પુભાઈને છેલ્લા ચાર દિવસથી તાવ આવતો હતો. આ ઘટના બાદ મૃતક શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) કર્યા વિના જ સીધો વતન લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બીમારીના કારણે થયેલા આ આકસ્મિક મોતે અન્ય શ્રમિકોમાં ચિંતા જગાવી છે, જ્યારે સ્થાનિક પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

