VIDEO: Surendranagar બન્યું અગનગોળો; 45 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, બપોરે બહાર ન નીકળવા તંત્રની અપીલ
સોર્સ : GSTV
સુરેન્દ્રનગર જિલ્લો હાલ ભીષણ ગરમીની ચપેટમાં છે. ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચતા સુરેન્દ્રનગર ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું છે. વધતા તાપમાનને જોતા તંત્ર દ્વારા નાગરિકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને રણ વિસ્તારમાં કામ કરતા અગરિયાઓને બપોરે કામ ન કરવા તાકીદ કરાઈ છે. ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણાં અને છાશનો સહારો લઈ રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં ગરમીનું જોર ઘટાડવા પાણીનો છંટકાવ અને મંડપ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ આકરી ગરમીના કારણે જનજીવનની સાથે પશુ-પક્ષીઓ પણ ખરાબ રીતે પ્રભાવિત થયા છે.

