VIDEO: Surendranagar / સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ એક્શન મોડમાં; સ્ટાર પ્રચારક ગીતા પટેલના પ્રચાર વચ્ચે આગેવાનોનો 'એક રૂપિયો લીધા વગર' સમર્થનનો હુંકાર
સોર્સ : GSTV
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈ સુરેન્દ્રનગર કોંગ્રેસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારક ગીતા પટેલને પ્રચાર મેદાને ઉતાર્યા છે. દસાડા તાલુકાના બજાણા ખાતે ગીતા પટેલે તમામ સમાજના આગેવાનો સાથે મહત્વની બેઠકો યોજી હતી. પ્રચાર દરમિયાન ગીતા પટેલે વિશ્વાસ અપાવ્યો હતો કે કોંગ્રેસના ઉમેદવારો આગામી 5 વર્ષ સુધી પ્રજાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે કટિબદ્ધ રહેશે. સૌથી આશ્ચર્યજનક અને ચર્ચાસ્પદ બાબત એ રહી કે, બેઠકમાં હાજર આગેવાનોએ ‘એક રૂપિયો લીધા વગર’ કોંગ્રેસને સમર્થન આપવાની ખાતરી આપતા રાજકીય ગરમાવો વધી ગયો છે.

