Surendranagar news: બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટી ઘીના વેચાણ પર એસઓજીના દરોડા, 22 ઘીના ડબ્બા જપ્ત

Surendranagar news: સુરેન્દ્રનગર શહેરમાં લોકોની આરોગ્ય સાથે ચેડાં થાય તેવી વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા હવે ડુપ્લીકેટ વસ્તુના વેચાણ અને અખાદ્ય પદાર્થ સામે હવે સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા સુરેન્દ્રનગર શહેરના ટાંકી ચોક વિસ્તારમાં આવેલી જેસી એન્ડ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા છે અને સૌપ્રથમ સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં આવેલી દુકાનમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યાંથી સુરેન્દ્રનગર એસઓ.જી પોલીસ દ્વારા 06 જેટલા ડુપ્લીકેટ ઘીના ડબા જપ્ત કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ સુરેન્દ્રનગરના ટાંકી ચોક વિસ્તારમાં આવેલી અન્ય દુકાનમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા ત્યાં પણ 16 જેટલા ડુપ્લીકેટ ઘીના ડબ્બાઓ જપ્ત કરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર માં ડુપ્લીકેટ નો રાફડો ફાટ્યો હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે ત્યારે સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને લોકોની આરોગ્ય સાથે ચેડા થતા અને લોકોનું આરોગ્ય જોખમમાં મુકતા ડુપ્લીકેટ ઘી વેચાણ ઉપર દરોડા પાડવામાં આવતા ફફડાટ ફેલાયો છે.
ત્યારે દરોડા દરમિયાન 22 જેટલા દબાવો જપ્ત કરવામાં આવ્યા છે અને અલગ-અલગ પ્રકારના સેમ્પલો લેવામાં આવ્યા છે અને તેને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે સુરેન્દ્રનગર પુરવઠા વિભાગની ટીમ જીએસટી વિભાગની ટીમ અને ખાસ કરીને આરોગ્ય વિભાગની ટીમોને પણ આ બાબતે પોલીસ વિભાગ દ્વારા જાણ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત લોકોના આરોગ્ય સાથે ડુપ્લીકેટ ઘી વેચાણ કરી અને છેડા કરવામાં આવતા હતા ત્યારે આ મુદ્દે ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે પ્રાથમિક તબક્કામાં 2.20 લાખ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો છે જયેશ સાકરાણી નામના વેપારી દ્વારા આ સમગ્ર સ્કેન્ડલ ચલાવવામાં આવતું હતું ત્યારે તેની પણ અટકાયત કરી અને એસ.ઓ.જી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ડુપ્લીકેટ ઘીનું 10 વર્ષથી વેચાણ કરવામાં આવતા હોવાનું તપાસમાં ખુલ્યું
સુરેન્દ્રનગરમાં ડુપ્લિકેટ ઘીનું બેફામ વેચાણ કરવામાં આવી રહ્યું હતું છેલ્લા દસ વર્ષથી આ કારોબાર ચલાવવામાં આવતો હતો જેસી એન્ડ કંપની દ્વારા આ પ્રકારનું ઘી વેચવામાં આવતું હતું બહાર લેબલ અન્ય કંપનીનું અને અંદરથી અમૂલનું ઘી હોવાનું કહી અને ગ્રાહકોને ડુપ્લીકેટ ઘી પધરાવવામાં આવતું હતું અને છેલ્લા દસ વર્ષથી આ પ્રકારનો કારોબાર ચલાવવામાં આવતો હતો એક ડબ્બા ના પ્રત્યેક 10000થી વધુ નો ભાવ લેવામાં આવતો હતો 10,000 પૂરો ભાવ લેવામાં આવતા હોવા છતાં પણ ડુપ્લીકેટ ઘી આપવામાં આવતું હોવાનો ધડાકો થયો છે ત્યારે આ મુદ્દે કંપનીના માલિક જયેશ સાંકરાણીની અટકાયત કરી અને એસ.ઓ.જી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડુપ્લીકેટ ઘી મોટાભાગે ગામડાઓમાં અમૂલ ઘીના નામે વેચાણ કરવામાં આવતું હતું લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં કરવામાં આવતા હતા
સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં તેમજ સુરેન્દ્રનગરના ટાંકી ચોક વિસ્તારમાં દરોડા પાડી અને પોલીસ દ્વારા 22 જેટલા ડુપ્લીકેટ ઘીના ડબ્બાઓ જપ્ત કરવામાં આવ્યા છે અમુલ ઘીના નામે કાળો કારોબાર ચલાવવામાં આવતો હતો અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાંથી આ પ્રકારનું ફી સપ્લાય કરવામાં આવતું હતું ડુપ્લીકેટ ઘી ઝડપી પાડી અને આ મુદ્દે તપાસ કરવામાં આવતા હાલના તબક્કામાં અમૂલનું લેબલ લગાવી અને ગામડાઓમાં સપ્લાય કરવામાં આવતું હતું અને ત્યાં વેચાણ કરી અને લોકોના આરોગ્ય સાથે જોખમ ઊભું કરવામાં આવતું હતું.
ડુપ્લીકેટ ઘી ખાવાના કારણે હાર્ટએટેકના બનાવો વધવાની પૂરતી સંભાવના વ્યક્ત કરવામાં આવતી હોય છે અને હૃદય બ્લોક થઈ જાય તે પ્રકારની શક્યતાઓ પણ સેવાઈ રહી છે હૃદયને પણ આ ડુપ્લીકેટ ઘી અસર કરતું હોય ત્યારે સુરેન્દ્રનગર એસ.ઓ.જીએ દરોડા પાડી અને ડુપ્લીકેટ ઘી ઝડપી પાડી કાર્યવાહી શરૂ કરી છે.

