Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : congress first fought against whites, now it has to fight against thieves

VIDEO: Surendranagar / ગેનીબેન ઠાકોરનો હુંકાર; કોંગ્રેસ પહેલા ગોરાઓ સામે લડ્યા હતા, હવે ચોરો સામે લડવાનું છે

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસના પક્ષમાં માહોલ બનાવવા માટે સ્ટાર પ્રચારક ગેનીબેન ઠાકોરે મેદાન સંભાળ્યું છે. પાટડી અને મૂળી તાલુકાના અંતરિયાળ ગામડાઓ ખૂંદી વળતા ગેનીબેને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કાર્યકરોમાં જોશ પૂરતા જણાવ્યું હતું કે, "હવે યુદ્ધ એ જ કલ્યાણ છે."

App Store

ગેનીબેન ઠાકોરે સુરેન્દ્રનગરના વિવિધ પાંચ સ્થળોએ બાઇક રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો જોડાયા હતા. રેલી બાદ યોજાયેલી જાહેરસભાઓમાં તેમણે શક્તિ પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને ઠાકોર અને કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતી બેઠકો પર તેમનું વિશેષ ધ્યાન જોવા મળ્યું હતું. 
 
પોતાના સંબોધનમાં આક્રમક તેવર બતાવતા ગેનીબેને કહ્યું કે, પહેલા કૉંગ્રેસ ગોરાઓ સામે લડીને દેશને આઝાદી અપાવી હતી અને હવે આપણે  ચોરો સામે લડવાનું છે. તેમના આ નિવેદને રાજકીય આલમમાં ભારે ચર્ચા જગાવી છે. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તેમણે આરોપ લગાવ્યો કે, વર્ષ 2023માં મહિલા અનામત બિલ પસાર કરવામાં આવ્યું હોવા છતાં તેનો અમલ કરવામાં આવ્યો નથી.