Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Fears of disintegration in Congress; Phones of all candidates switched off

VIDEO: Surendranagar / કોંગ્રેસમાં ભંગાણના એંધાણ; તમામ ઉમેદવારોના ફોન બંધ, ભાજપના સંપર્કમાં હોવાની શંકાથી ખળભળાટ

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય ખેલ પાથરવાની શરૂઆત થઈ ચૂકી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છાવણીમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોંગ્રેસે જે ઉમેદવારોને તોડફોડના ડરથી રાજસ્થાન મોકલ્યા હતા, તે જ ઉમેદવારો અને તેમની સાથે ગયેલા જવાબદાર નેતાઓ હવે ભાજપના સંપર્કમાં હોવાની આશંકાએ કોંગ્રેસની ઊંઘ હરામ કરી દીધી છે.

App Store

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે રાજસ્થાન મોકલેલા કોંગ્રેસના તમામ ઉમેદવારોના ફોન હાલમાં બંધ આવી રહ્યા છે. માત્ર ઉમેદવારો જ નહીં, પરંતુ તેમની દેખરેખ માટે સાથે ગયેલા પક્ષના જવાબદાર નેતાઓ પણ સંપર્ક વિહોણા બન્યા છે. આ ઘટનાને પગલે સુરેન્દ્રનગર કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વમાં ભારે ફાળ પડી છે અને 'ટેન્શન' હાઈ લેવલ પર પહોંચી ગયું છે.

રાજકીય વર્તુળોમાં એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે કે ઉમેદવારોની સુરક્ષા માટે મોકલેલા નેતાઓ જ ભાજપ સાથે મળી ગયા છે અને મોટો 'ખેલ' પાડી દીધો છે.  આજે બપોરે 3 વાગ્યા સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત છે. એવામાં ચર્ચા છે કે જો ઉમેદવારો ભાજપના સંપર્કમાં હોય, તો તેઓ સાગમટે ઉમેદવારી પરત ખેંચીને કોંગ્રેસને મોટો ફટકો આપી શકે છે. 3 વાગ્યા સુધીના સમયગાળામાં સુરેન્દ્રનગરમાં કોઈ મોટો રાજકીય ઉલટફેર જોવા મળી શકે છે.