VIDEO: આંધ્રપ્રદેશના વિજયવાડાના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં બાબા રામદેવે કરાવ્યો યોગાભાસ
સોર્સ : GSTV
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૬ નિમિત્તે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. આંધ્રપ્રદેશના વિજયવાડા સ્થિત લેબ્બીપેટના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની થીમ 'યોગ ફોર હેલ્ધી એજિંગ' પર આધારિત આ કાર્યક્રમમાં યોગ ગુરુ બાબા રામદેવે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. બાબા રામદેવે હજારો લોકોની સાથે મળીને વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં યોગ દ્વારા સ્વાસ્થ્ય જાળવી રાખવા અને વૃદ્ધાવસ્થામાં પણ સક્રિય જીવન જીવવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમમાં જોડાઈને યોગને જીવનશૈલીમાં અપનાવવાનો સંકલ્પ લીધો હતો.

