YEAR ENDER 2024: વર્ષ 2024માં આ ફિલ્મોએ દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કરી બમ્પર કમાણી
દરેક વ્યક્તિ સિનેમા લવર હોય છે. દરેક વ્યક્તિની પોતાની અલગ શૈલી હોય છે જે તે

દરેક વ્યક્તિ સિનેમા લવર હોય છે. દરેક વ્યક્તિની પોતાની અલગ શૈલી હોય છે જે તેમને સૌથી વધુ ગમે છે. જેમ કે કેટલાક લોકોને એક્શન ફિલ્મો ગમે છે જ્યારે કેટલાક લવ સ્ટોરીના દિવાના છે. આ વર્ષે પણ આવી ઘણી ફિલ્મો જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહી. આ ફિલ્મોનો ક્રેઝ એટલો જોરદાર હતો કે એડવાન્સ બુકિંગ ખુલતાની સાથે જ કમાણી શરૂ થઈ ગઈ અને લોકો એડવાન્સ ટિકિટ બુક કરાવી રહ્યા છે. કેટલીક એવી પણ ફિલ્મો છે જેણે આખા વર્ષ દરમિયાન પોતાનાઓ દબદબો રાખ્યો છે. ચાલો તમને તેના મજબૂત બોક્સ ઓફિસ કલેક્શન વિશે પણ જણાવીએ.
આ પણ વાંચો: VIDEO / મહાદેવનું ડમરુ અને ગણોનો શંખનાદ, જ્યારે ઉસ્તાદ ઝાકિર હુસૈને તબલા સાથે કરી કમાલ
પુષ્પા 2
આ યાદીમાં પહેલું નામ પુષ્પા 2નું છે. આ ફિલ્મને રિલીઝ થયાને માત્ર એક અઠવાડિયું જ થયું છે અને તેણે મોટો ઇતિહાસ રચી દીધો છે. પુષ્પા 2માં અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલ લીડ રોલમાં જોવા મળે છે. 500 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર છ દિવસમાં 1000 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. ફિલ્મ હજુ પણ જોરદાર કમાણી કરી રહી છે.
કલ્કિ 2898 એડી
આ વર્ષે પ્રભાસ કલ્કિ 2898 એડી લઈને આવ્યો હતો. આ ફિલ્મમાં પ્રભાસની સાથે અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને કમલ હાસન મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મને વિદેશમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ રૂ. 550 કરોડના બજેટમાં બની હતી અને તેણે વિશ્વભરમાં રૂ. 1052.5 કરોડનું કલેક્શન કર્યું હતું.
આ પણ વાંચો: પવિત્રા પુનિયા પર ધર્મ બદલવા માટે દબાણ કરી રહ્યો હતો એજાઝ ખાન? એક્ટ્રેસનો ખુલાસો- 'બ્રેકઅપ પછી...'
સ્ત્રી 2
સરકટેના આતંકે લોકોને માત્ર ડરાવ્યા જ નથી પરંતુ તેમને ખૂબ હસાવ્યા પણ છે. શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠીએ સાથે મળીને આ ફિલ્મને જીવ આપ્યો. સ્ત્રી 2 માત્ર રૂ. 100 કરોડના બજેટ સાથે બનાવવામાં આવી હતી અને તેણે વિશ્વભરમાં રૂ. 858.4 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે બજેટ કરતાં આઠ ગણી કમાણી કરી હતી.
ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ
થલપથી વિજય, પ્રશાંત અને પ્રભુદેવા અભિનીત આ ફિલ્મનું નિર્દેશન વેંકટ પ્રભુએ કર્યું હતું. થલપતિ વિજયની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં છે. આ કારણે તેની ફિલ્મો સારી કમાણી કરે છે. આ ફિલ્મે વિશ્વભરમાં 460.3 કરોડનું કલેક્શન કર્યું હતું.
આ પણ વાંચો: અલ્લુ અર્જુને 'પીડિત બાળક' માટે શેર કરી ઈમોશનલ નોટ, ચિંતા વ્યક્ત કરતા કહ્યું- 'હું તેના વિશે...'
ભૂલ ભૂલૈયા 3
દિવાળી પર રિલીઝ થયેલી કાર્તિક આર્યનની ભૂલ ભૂલૈયા 3ને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે. આ ફિલ્મ પણ લાંબા સમય સુધી સિનેમાઘરોમાં રહી. ફિલ્મમાં કાર્તિક સાથે વિદ્યા બાલન, તૃપ્તિ ડિમરી અને માધુરી દીક્ષિત જોવા મળી રહી છે. 150 કરોડના બજેટ સાથે બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 396.7 કરોડ રૂપિયાની કમાણી કરી છે.








