મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Big Boss OTT 3ની વિજેતા સના મકબુલ સાથી કંટેસ્ટન્ટ રણવીર શૌરી પર કેમ ભડકી?

ગઈ કાલે Big Bossની હિસ્ટ્રીમાં સૌથી વધુ કોન્ટ્રોવર્સિયલ રહેલ Big

Big Boss OTT 3ની વિજેતા સના મકબુલ સાથી કંટેસ્ટન્ટ રણવીર શૌરી પર કેમ ભડકી?

ગઈ કાલે Big Bossની હિસ્ટ્રીમાં સૌથી વધુ કોન્ટ્રોવર્સિયલ રહેલ Big Boss OTTની સિઝન 3નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો. જેમાં ફાઇનલિસ્ટ લીસ્ટમાં બધાને હરાવતા હરાવતા અંતમાં ફાઇનલિસ્ટ તરીકે સના મકબૂલ અને રેપર નેઝી આમને સામને હતા. ફિનાલેના અંતમાં રેપર નાવેદ શેખ જેને નેઝી તરીકે ઓળખવામાં આવે છે તેને હરાવીને સના મકબૂલ વિનર બની અને Big Bossની ટ્રોફી તથા રૂપિયા 25 લાખનું ઈનામ પોતાને નામ કર્યું હતું.

જો કે આખી સિઝનની જેમ ફિનાલે પણ વિવાદિત રહ્યો હતો. સના મકબૂલને વિજેતા ઘોષિત કર્યા પછી એક્ટર રણવીર શૌરીએ ઘણી ચોંકાવનારી ટિપ્પણીઓ કરી હતી. જેમાં તેને કહ્યું હતું કે, "વિજેતાઓને તેમના સોશિયલ મીડિયાના ફોલોર્સના આધારે જ બિગ બોસના ઘરમાં રાખવામા આવતા હોય તો, Big Bossના નિર્માતાઓને આખી સ્પર્ધાને બાયપાસ કરીને સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વ્યક્તિને જ સીધી ટ્રોફી આપી દેવી જોઈએ."

સના મકબૂલે રણવીરને જવાબ આપતા તેને મેલ ચૌવિનિસ્ટ(એન્ટિ-ફેમિનિસ્ટ) ગણાવતા કહ્યું, "મજબૂત સ્ત્રીઓની પ્રશંસા કરવામાં આવતી નથી અને તે એક મેલ ચૌવિનિસ્ટ પ્રકારની વ્યક્તિમાંથી એક છે જે સ્ત્રીઓ તેના કરતાં વધુ સારું કરે તો તે પસંદ નથી કરતા. હું તેના વિશે કશું કહેવા માંગતી નથી. મેં તે બધું દફનાવી દીધું છે. હું તેની સામે કોઈ દ્વેષ રાખતી નથી. પરંતુ જો તે તેમ કરે છે, તો તે વસ્તુઓ સાથે તેના વ્યવહાર કરવાની તેની રીત છે. જ્યારે હું બિગ બોસના ઘરમાંથી બહાર નીકળી હતી ત્યારે એ ઘરમાં વિતાવેલો સમય મારી માટે વીતી ગયો છે. તે બધુ મારા માટે સમાપ્ત થઈ ગયું છે."

આ સમાચાર શેર કરો