VIDEO: કોણ છે રજત દલાલની દુલ્હન! અચાનક જ લગ્નના ફોટા પોસ્ટ કરતાં લોકોમાં શરૂ થઈ ચર્ચા
'Big Boss 18'ના કન્ટેસ્ટન્ટ અને અનેક રિયાલિટી શો કરી ચૂકેલા રજત દલ

'Big Boss 18'ના કન્ટેસ્ટન્ટ અને અનેક રિયાલિટી શો કરી ચૂકેલા રજત દલાલે લગ્ન કરી લીધા છે. તેમણે અચાનક લગ્નના ફોટા શેર કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. રજતે અચાનક જ પોતાની દુલ્હનનો પરિચય કરાવીને ચાહકોને સરપ્રાઈઝ આપ્યું છે. લગ્નની પ્રથમ તસવીરો શેર કરવાની સાથે તેમણે પત્નીની પ્રથમ ઝલક પણ બતાવી હતી, જોકે તેના વિશે હજુ વધુ વિગતો જાણવા મળી નથી.
રજત દલાલે ઇન્સ્ટાગ્રામ પર લગ્નની ચાર તસવીરો શેર કરી છે, જેમાં તેની દુલ્હનનો ચહેરો જોવા મળી રહ્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું, "જીવનના એક નવા પાસાની શરૂઆત." આ પોસ્ટ પર તેમના મિત્રોએ ખૂબ જ કોમેન્ટ્સ કરી છે અને કેટલાક લોકો તો દંગ રહી ગયા છે.
ચાહત પાંડે સાથેના રોમેન્ટિક એન્ગલ
તાજેતરમાં જ રજતે ચાહત પાંડે સાથેના રોમેન્ટિક એન્ગલની વાતને નકારી કાઢી હતી. તેણે શોમાં પણ આ અંગે વાત કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે તે ચાહતને ક્યારેય ડેટ કે તેની સાથે લગ્ન કરી શકે નહીં. તેણે સપના ચૌધરીને ઉદ્દેશીને કહ્યું હતું કે, "દીદીને પૂછો... દીદી, શું હું ગેર-જાટ (બીજી જ્ઞાતિમાં) લગ્ન કરી શકું? જુઓ, મારા ઘરના લોકો... હું એક સાદી વાત કહું છું, હું બધાનું સન્માન કરું છું, કોઈ મોટું કે નાનું નથી. પણ મારે મારી પોતાની નસ્લ (જ્ઞાતિ) ની જ જરૂર છે."
કોણ છે રજત દલાલની દુલ્હન!
રજત દલાલના લગ્નની જાહેરાત બાદ હવે દરેક વ્યક્તિ એ જાણવા ઉત્સુક છે કે તેની પત્ની કોણ છે. હાલમાં તેણે પોતાની પત્નીની ઓળખ જાહેર કરી નથી. સોશિયલ મીડિયા પર અનેક અટકળો લગાવવામાં આવી રહી છે, પરંતુ રજત દલાલની વાઈફ વિશે સચોટ માહિતી સામે આવતા જ અમે તમને ચોક્કસ જણાવીશું.




