મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ઓસ્કારની રેસમાં રણદીપ હુડ્ડાની ફિલ્મ 'વીર સાવરકર'ની એન્ટ્રી પાછળ શું છે હકીકત? જાણો

કિરણ રાવની ફિલ્મ 'લાપતા લેડિઝ' ઓસ્કારમાં જવાના સમાચારે સો

ઓસ્કારની રેસમાં રણદીપ હુડ્ડાની ફિલ્મ 'વીર સાવરકર'ની એન્ટ્રી પાછળ શું છે હકીકત? જાણો

કિરણ રાવની ફિલ્મ 'લાપતા લેડિઝ' ઓસ્કારમાં જવાના સમાચારે સોમવારે ફિલ્મ પ્રેમીઓને ભારે આનંદ આપ્યો હતો. ફિલ્મ ફેડરેશન ઑફ ઈન્ડિયા (FFI) એ જાહેરાત કરી કે, 'લાપતાલેડિઝ' ઓસ્કર 2024માં ભારતની ઓફિશિયલ એન્ટ્રી હશે. પરંતુ મંગળવારે રણદીપ હુડ્ડા સ્ટારર 'સ્વાતંત્ર્યવીર સાવરકર' પણ ઓસ્કારમાં જવાના સમાચાર આવ્યા. હવે ફિલ્મ રસિકોમાં ભારે મૂંઝવણ છે કે, આખરે બેમાંથી કઈ ફિલ્મ ઓસ્કાર માટે જશે? કારણ કે દરેક દેશ માત્ર એક જ ફિલ્મ પસંદ કરે છે અને તેને ઓસ્કારમાં મોકલે છે. જો તે દેશની બાકીની ફિલ્મો ઈચ્છે તો તેઓ સ્વતંત્ર રીતે ઓસ્કારમાં જઈ શકે છે અને તેમની ફિલ્મોને નોમિનેટ કરાવી શકે છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે. શું 'સ્વાતંત્ર્યવીર સાવરકર'ને ઓસ્કાર માટે મોકલવામાં આવી છે?

શું છે કન્ફ્યુઝન?

'સ્વાતંત્ર્યવીર સાવરકર'ના નિર્માતાઓમાંના એક સંદીપ સિંહે મંગળવારે સોશિયલ મીડિયા પર ફિલ્મનું એક પોસ્ટર શેર કર્યું હતું, જેના પર લખ્યું હતું, 'ઓસ્કાર 2024 માટે ઓફિશિયલી સબમિટ'. આ પોસ્ટર પર ફિલ્મ ફેડરેશન ઑફ ઈન્ડિયાનો પણ નાના અક્ષરોમાં આભાર માન્યો હતો. પોસ્ટની સાથેના કેપ્શનમાં સંદીપે લખ્યું, 'સન્માનિત અને નમ્રતા અનુભવી રહ્યો છું! અમારી ફિલ્મ 'સ્વાતંત્ર્યવીર સાવરકર' ઓફિશિયલી ઓસ્કાર માટે સબમિટ કરવામાં આવી છે. આ નોંધપાત્ર પ્રશંસા માટે ફિલ્મ ફેડરેશન ઑફ ઈન્ડિયાનો આભાર. આ પ્રવાસ અદ્ભુત રહ્યો છે અને આ પ્રવાસમાં અમને સાથ આપનાર દરેક વ્યક્તિના અમે ખૂબ આભારી છીએ. સંદીપની આ પોસ્ટ પછી જ આખી કન્ફ્યુઝન ક્રિએટ થઈ છે.

આ કન્ફ્યુઝન પર ફિલ્મ ફેડરેશને શું કહ્યું?

FFIના પ્રમુખ રવિ કોટકારાએ આ મામલે હસીને કહ્યું, 'સાવરકરના નિર્માતાઓને કોઈક ખોટો મેસેજ મળ્યો છે. હું આ અંગે નિવેદન પણ જારી કરીશ. ભારત દ્વારા ઓફિશિયલી માત્ર 'લાપતા લેડિઝ' જ મોકલવામાં આવી છે. 'સ્વાતંત્ર્યવીર સાવરકર'ના અન્ય સહ-નિર્માતા આનંદ પંડિતને પણ આવી કોઈ વાતની જાણ નહોતી. તેમણે કહ્યું, 'મને ખબર નહોતી કે ફિલ્મ સબમિટ કરવામાં આવી છે, મને સોમવારે તેના વિશે જણાવવામાં આવ્યું હતું. ઓસ્કારમાં જવું એ બહુ મોટી વાત છે. દેખીતી રીતે હું ખૂબ ખુશ છું. જોકે, ફિલ્મના નિર્માતા અને અભિનેતા રણદીપ હુડ્ડાએ સોશિયલ મીડિયા પર આવું કંઈ કહ્યું નથી.

રણદીપ હુડ્ડાની ફિલ્મ ઓસ્કારમાં જઈ રહી છે તે પાછળ શું છે હકીકત

દર વર્ષે ફિલ્મ ફેડરેશન ઑફ ઈન્ડિયાએ એક ફિલ્મ પસંદ કરવાની હોય છે, જેને ભારત તરફથી ઓફિશિયલી ઓસ્કાર માટે મોકલવામાં આવે છે. દર વર્ષે રિલીઝ થયેલી ફિલ્મોમાંથી કેટલીક ફિલ્મોને શોર્ટલિસ્ટ કરવામાં આવે છે, જે જોયા પછી FFIની જ્યુરી ફિલ્મ પસંદ કરે છે.

29 ફિલ્મોની યાદી જેમાંથી FFIએ પસંદ કરી 'લાપતા લેડિઝ'

આ વખતે FFIએ શોર્ટલિસ્ટ કરેલી 29 ફિલ્મોમાંથી એક ફિલ્મની પસંદગી કરી છે અને તે છે 'લાપતા લેડિઝ'. આ સિવાય 'કલ્કિ 2898 એડી', 'સામ બહાદુર', 'એનિમલ' અને 'મેદાન' જેવી ફિલ્મોને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવી છે. 'સ્વાતંત્ર્યવીર સાવરકર' આ 29 ફિલ્મોમાંથી એક હતી. કદાચ સંદીપ સિંહને આ અંગે કોઈ કન્ફ્યુઝન છે. પરંતુ સત્ય એ છે કે, ઓસ્કાર 2024માં ભારતની ઓફિશિયલ એન્ટ્રી 'લાપતા લેડિઝ' છે.

આ સમાચાર શેર કરો