"War 2"ની દુર્ગતિ: આદિત્ય ચોપરાએ તેને ધ્યાનમાં રાખી સુધારા-વધારાનો શરુ કર્યો પ્રયાસ
હાલમાં જ રિલિઝ થયેલી ટાઇગર શ્રોફ અને જુનિયર એનટીઆરની "War 2" ફિલ્મે બો

હાલમાં જ રિલિઝ થયેલી ટાઇગર શ્રોફ અને જુનિયર એનટીઆરની "War 2" ફિલ્મે બોક્સઓફિસ પર દાટ વાળી દીધો છે. આ ફિલ્મ ફાયદાકારક કલેકશન કરશે તેવી નિર્માતાથી લઇને દર્શકો સુધીની અપેક્ષા પર પાણી ફરી વળ્યું છે. ફિલ્મ હજી સુધી પોતાનું બજેટ પણ કાઢી શકી નથી. "War 2"ની બોક્સઓફિસ પર દુર્ગતી જોતાં જ આદિત્ય ચોપરા પોતાની આગામી ફિલ્મ "Alfa"ની વાર્તામાં ફેરફાર કરી રહ્યો હોવાની ચર્ચા છે.
YRF પણ ભરોસો કરવાનું જેખમ નથી લેતું
મળેલા રિપોર્ટ અનુસાર, YRF(Yash Raj Films) સ્પાય યુનિવર્સ તેની આગામી ફિલ્મ "Alfa"ની સ્ક્રિપ્ટ પર ફરી કામ કરી રહ્યું છે. "Alfa"માં સુધાર લાવવા માટે આદિત્ય ચોપરા પોતે રસ લઇ રહ્યો છે. તે ફિલ્મના સ્ક્રીનપ્લે અને Executionમાં મોટા બદલાવ કરી રહ્યો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, YRF એગ્ઝીક્યૂટિવ્સ શિવ રવૈલ જેવા અનુભવી ડાયરેકટર પણ હાલ વિશ્વાસ રાખવાનું જોખમ ખેડવા તૈયાર નથી.
"Alfa"માં જોવા મળશે આલિયા ભટ્ટ
"Alfa" ફિલ્મ પણ આદિત્ય ચોપરા દ્વારા જ બનાવવામાં આવેલી છે. ઉલ્લેખનીય છે કે, "Alfa"માં લીડ એક્ટરનો રોલ આલિયા ભટ્ટ અને શરવરી વાઘ કરી રહ્યા છે. જ્યારે આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ કરવામાં આવશે.






