Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : 'VIROSH' wedding today, Rashmika Mandana and Vijay Deverakonda will take seven rounds in Udaipur

આજે 'VIROSH'ના લગ્ન, ઉદયપુરમાં Rashmika Mandana અને Vijay Deverakonda લેશે સાત ફેરા

Timeછેલ્લું અપડેટ : 26 Feb 2026
લાઇવ ટીવીGoogle News
આજે 'VIROSH'ના લગ્ન, ઉદયપુરમાં Rashmika Mandana અને Vijay Deverakonda લેશે સાત ફેરા
સોર્સ : GSTV

સાઉથ ઈન્ડસ્ટ્રીનું લોકપ્રિય કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા આખરે પ્રભુતામાં પગલા પાડવા જઈ રહ્યા છે. બંને 26 ફેબ્રુઆરી એટલે કે આજે જ લગ્નના બંધનમાં બંધાશે, જેને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ગઈકાલે બંનેની હલ્દીની વિધિ થઈ હતી, જેની કેટલીક તસવીરો કપલે શેર કરી હતી. જોકે, અત્યાર સુધી રશ્મિકા કે વિજયની કોઈ તસવીર સામે આવી નથી. લગ્ન કેટલા વાગે થશે, કોણ કોણ હાજર રહેશે અને ફૂડ મેનૂમાં શું છે? જાણો અહીં તમામ વિગતો.

App Store

PM મોદીએ પાઠવી શુભેચ્છાઓ

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ લગ્નનું આમંત્રણ મોકલ્યું હતું. પીએમ મોદીએ પત્ર લખીને વિજયના માતા-પિતાને અને કપલને આશીર્વાદ તેમજ શુભેચ્છાઓ પાઠવી છે. ખાસ વાત એ છે કે આ લગ્નને 'THE WEDDING OF VIROSH' નામ આપવામાં આવ્યું છે, જે બંનેના નામ જોડીને બનાવવામાં આવ્યું છે.

મહેમાનોનું લિસ્ટ

આ ભવ્ય લગ્નમાં સાઉથના ઘણા મોટા સ્ટાર્સ પહોંચવાના છે. જેમાં ડાયરેક્ટર તરુણ ભાસ્કર, શિવ નિર્વાણ, વામસી પેડીપલ્લી અને સંદીપ રેડ્ડી વાંગા લગ્ન સ્થળે પહોંચી ગયા છે. આ ઉપરાંત રશ્મિકાના મિત્રો રાહુલ રવિન્દ્રન અને આશિકા રંગનાથ પણ હાજર છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રિસોર્ટ અને ઉદયપુર એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

લગ્નનો સમય અને રીતિ-રિવાજ

સવારના લગ્ન: રશ્મિકા અને વિજય આજે સવારે 10 વાગ્યે હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરશે. લગ્નનું મુહૂર્ત સવારે 9 થી 10 ની વચ્ચે છે. સવારનો કાર્યક્રમ તેલુગુ પરંપરા મુજબ થશે.

સાંજના લગ્ન: તેલુગુ વિધિ બાદ સાંજે રશ્મિકાની 'કોડવા' (કૂર્ગની પરંપરા) મુજબ ફરીથી લગ્ન વિધિ થશે. બંને પરિવારની પરંપરાઓને માન આપીને કપલ બે વાર લગ્ન કરશે.

શાહી ફૂડ મેનૂ

લગ્નમાં મહેમાનો માટે ખાસ વાનગીઓ પીરસવામાં આવશે:

* તેલંગાણા સ્ટાઈલની મટન બિરયાની અને ચિકન વાનગીઓ.
* કર્ણાટકનું ખાસ 'બિસીબેલા બાથ'.
* રશ્મિકાની પરંપરા મુજબ કૂર્ગની ફેમસ 'પોર્ક કરી'.

રિસેપ્શન: 4 માર્ચના રોજ હૈદરાબાદની તાજ કૃષ્ણા હોટલમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.