Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Vikrant Massey started his acting career with this tv show

વિક્રાંત મેસીએ ટીવીથી કરી હતી તેના કરિયરની શરૂઆત, એક્ટરે આ શોથી જીત્યા દર્શકોના દિલ

Timeછેલ્લું અપડેટ : 02 Dec 2024
લાઇવ ટીવીGoogle News
વિક્રાંત મેસીએ ટીવીથી કરી હતી તેના કરિયરની શરૂઆત, એક્ટરે આ શોથી જીત્યા દર્શકોના દિલ

વિક્રાંતે મેસીએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર 2025થી ફિલ્મોમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે, જેના કારણે તેના ફેન્સ ખૂબ જ દુઃખી છે. વિક્રાંતે હિન્દી ફિલ્મોમાં કામ કરતા પહેલા ટેલિવિઝનથી તેના કરિયરની શરૂઆત કરી હતી. પોતાની બહુમુખી પ્રતિભા માટે જાણીતા, વિક્રાંતે ઘણી ટીવી સિરિયલોમાં પોતાની ઉત્તમ એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા છે.

App Store

આ પણ વાંચો: વિક્રાંત મેસ્સીનો 37 વર્ષે એક્ટિગમાંથી સંન્યાસ! નિર્ણય કે પછી પબ્લિસિટી સ્ટંટ?

વિક્રાંતે આ ટીવી શોમાં કામ કર્યું 

આરડી નેશનલ કોલેજમાંથી શિક્ષણ પૂર્ણ કરનાર વિક્રાંતે 'ધૂમ મચાઓ ધૂમ' સિરીઝથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી વિક્રાંતે ઘણા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું અને દર્શકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી. ફિલ્મોમાં આવતા પહેલા, વિક્રાંતે 'બાલિકા વધૂ', 'કબૂલ હૈ', 'ધરમવીર', 'ગુમરાહ' અને ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા'થી ખ્યાતિ મેળવી હતી.

ધરમવીર

વિક્રાંતે 2008માં ટીવી સીરિયલ 'ધરમવીર'માં કામ કર્યું હતું. ધરમવીર એ ભારતીય ઐતિહાસિક ટેલિવિઝન શો છે. તે ધરમ અને વીર નામના બે રાજકુમારો અને તેમના જીવનના સાહસોની કાલ્પનિક વાર્તા છે. તે સાગર પિક્ચર્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. 'ધરમવીર', વિક્રાંત મેસીના કરિયરમાં આ ટીવી શો ખૂબ જ સફળ ટીવી શો રહ્યો છે. આ ટીવી સિરિયલમાં વિક્રાંતે રાજકુમાર ધરમની ભૂમિકા ભજવી હતી.

બાલિકા વધૂ

વિક્રાંતે પ્રખ્યાત ટીવી શો 'બાલિકા વધૂ'માં પણ કામ કર્યું છે. આ ટીવી શોમાં વિક્રાંતે સુગ્ના એટલે કે વીભા આનંદના પતિ શ્યામ સિંહની ભૂમિકા ભજવી હતી, વિક્રાંતના આ રોલને બધાએ પસંદ કર્યો હતો. આ ટીવી શો પછી વિક્રાંતે ઘણા સુપરહિટ ટીવી શો કર્યા હતા.

કબૂલ હૈ 

વિક્રાંત મેસીએ 'કબૂલ હૈ' ટીવી શોથી પણ દર્શકોના દિલ જીતી લીધા છે. વિક્રાંત મેસીએ 'કબૂલ હૈ'માં અયાન અહમદ ખાનનો રોલ કર્યો હતો. આ સિવાય વિક્રાંતે ટીવી શો 'બાબા ઐસો વર ઢુંઢો'માં મુરલી લાલની ભૂમિકા ભજવી હતી.

ગુમરાહ

ટીવી શો 'ગુમરાહઃ એન્ડ ઓફ ઈનોસન્સ'માં વિક્રાંતે શોહબિત નામનું પાત્ર ભજવ્યું હતું, જે બધાને ખૂબ જ પસંદ આવ્યું હતું. આ સિવાય વિક્રાંત ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા'નો પણ ભાગ રહી ચૂક્યો છે.