Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Vikram Bhatt was arrested from his sister-in-law's house, joint action by Rajasthan and Mumbai Police

વિક્રમ ભટ્ટને તેમની સાળીના ઘર ખાતેથી ઝડપી લેવાયા, રાજસ્થાન અને મુંબઈ પોલીસની સંયુક્ત કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 07 Dec 2025
લાઇવ ટીવીGoogle News
વિક્રમ ભટ્ટને તેમની સાળીના ઘર ખાતેથી ઝડપી લેવાયા, રાજસ્થાન અને મુંબઈ પોલીસની સંયુક્ત કાર્યવાહી
સોર્સ : GSTV

ઉદયપુરના એક ડોક્ટરે આરોપ લગાવ્યો હતો કે ફિલ્મ ડિરેક્ટર વિક્રમ ભટ્ટે તેમને તેમની દિવંગત પત્ની આધારિત બાયોપિક બનાવવા સહિત ફિલ્મોના રોકાણ માટે 30 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે. ડિરેક્ટરે આ ફિલ્મોની રિલીઝ બાદ 200 કરોડ રૂપિયા કમાવાનો વાયદો કર્યો હતો. ત્યારે હવે આ મામલે ફિલ્મ ડિરેક્ટર વિક્રમ ભટ્ટની રાજસ્થાન પોલીસ અને મુંબઈ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ધરપકડ કરી છે.

App Store

સાળીના ઘરથી થઈ ધરપકડ

ડિરેક્ટરને તેમની સાળીના ઘર મુંબઈના યારી રોડ વિસ્તારમાં ગંગા ભવન એપાર્ટમેન્ટથી ઝડપી લેવાયા છે. હવે રાજસ્થાન પોલીસ તેમને પોતાની સાથે ઉદયપુર લઈ જવા માટે બાંદ્રા કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે અરજી કરશે.

6 આરોપીઓ વિરૂદ્ધ ઉદયપુર પોલીસે લુક આઉટ નોટિસ જારી કરી

જણાવી દઈએ કે, 7 દિવસ પહેલા ઇન્દિરા ગ્રુપ ઓફ કંપનીઝના સંસ્થાપક ડૉ. અજય મુર્ડિયા પાસેથી 30 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપી ડિરેક્ટર વિક્રમ ભટ્ટ, તેમની પત્ની શ્વેતામ્બરી ભટ્ટ, એક સ્થાનિક વ્યક્તિ દિનેશ કટારિયા સહિત 6 આરોપીઓ વિરૂદ્ધ ઉદયપુર પોલીસે લુક આઉટ નોટિસ જારી કરી હતી.

છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ

તમામ આરોપીઓને 8 ડિસેમ્બર સુધીમાં ઉદયપુર પોલીસ સમક્ષ હાજર થવા માટે પણ નોટિસ અપાઈ હતી. આ સિવાય તેમાંથી કોઈપણ આરોપી વગર મંજૂરીએ વિદેશ નહીં જઈ શકે. આ અગાઉ 8 નવેમ્બરે ભૂપાલપુરા પોલીસ સ્ટેશનમાં ફિલ્મ ડિરેક્ટર વિક્રમ ભટ્ટ સહિત 6 વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, વિક્રમ ભટ્ટ ગુજરાતી અને હિન્દી ફિલ્મોના ડિરેક્ટર છે. તેમણે 'રાઝ' જેવી અનેક ફિલ્મો બનાવી છે. જોકે, હાલ તેઓ છેતરપિંડીના કેસનો સામનો કરી રહ્યા છે.