VIDEO: 'જીના ઇસી કા નામ હૈ...'; દરિયા કિનારે જોવા મળ્યો Sonakshi-Zaheerનો રોમેન્ટિક અંદાજ!
Sonakshi Sinha Zaheer Iqbal Thailand Vacation Photos: સોનાક્ષી સિન્હાએ આજે પતિ ઝહીર ઇકબાલ સાથે થાઇલેન્ડથી ખૂબસૂરત રોમેન્ટિક તસવીરો શેર કરી હતી. સોનાક્ષીની આ તસવીરો પર ફેન્સ જોરદાર પ્રેમ વરસાવી રહ્યા છે.
બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા આ દિવસોમાં તેના પતિ ઝહીર ઇકબાલ સાથે વેકેશન માણી રહી છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક ખૂબ જ સુંદર અને રોમેન્ટિક તસવીરો શેર કરી છે, જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
થાઇલેન્ડમાં ઉજવી લગ્નની બીજી વર્ષગાંઠ
સોનાક્ષી અને ઝહીર તેમના લગ્નની બીજી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે થાઇલેન્ડના પ્રખ્યાત ફુકેટ આઇલેન્ડ ગયા છે. દરિયા કિનારાની સુંદર તસવીરો શેર કરતા સોનાક્ષીએ કેપ્શનમાં લખ્યું, 'લિવ, લવ, લાફ, જીના ઇસી કા નામ હૈ.'
દરિયા કિનારે રોમેન્ટિક અંદાજ
શેર કરવામાં આવેલી તસવીરોમાં આ કપલની કેટલીક સુંદર ક્ષણો કેદ થઈ છે. એક તસવીરમાં ઝહીર, સોનાક્ષીના ગાલ પર કિસ કરતો જોવા મળી રહ્યો છે. બીજી તસવીરમાં બંને દરિયાના મોજાં વચ્ચે ખુશીથી દોડી રહ્યા છે. એક તસવીરમાં તેઓ આથમતા સૂરજ સામે એકબીજાની આંખોમાં જોઈ રહ્યા છે.
આ તસવીરોમાં બંનેની સ્ટાઈલ જોવા જેવી છે. બંનેએ સફેદ રંગના કપડાં પહેર્યા છે. સોનાક્ષી સફેદ રંગના કો-ઓર્ડ સેટમાં જોવા મળી. તો વળી ઝહીર સફેદ શર્ટ અને બ્લુ જીન્સમાં ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યો હતો.
સોનાક્ષીનું વર્કફ્રન્ટ
સોનાક્ષી સિન્હા છેલ્લે ઓટીટી (OTT) પર આવેલી સિરીઝ 'સિસ્ટમ'માં જોવા મળી હતી, જેમાં તેની સાથે અભિનેત્રી જ્યોતિકા પણ હતી. આ સિવાય તે 'નિકિતા રોય' અને 'જટાધરા' જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. હાલમાં, તેની પાસે કોઈ નવો પ્રોજેક્ટ નથી.

