મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'છાવા'ના સેટ પર એકબીજાનો ચહેરો નહોતા જોવા માંગતા વિક્કી અને અક્ષય, વાત કરવાનો પણ કર્યો ઈનકાર

વિક્કી કૌશલ, અક્ષય ખન્ના અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'છાવા'નું ટ્રેલર રિલીઝ થઈ

'છાવા'ના સેટ પર એકબીજાનો ચહેરો નહોતા જોવા માંગતા વિક્કી અને અક્ષય, વાત કરવાનો પણ કર્યો ઈનકાર

વિક્કી કૌશલ, અક્ષય ખન્ના અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'છાવા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકરને આશા છે કે આ ફિલ્મ થિયેટરોમાં સારું પ્રદર્શન કરશે અને લોકોને તે ખૂબ ગમશે. વિક્કીએ છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી છે, રશ્મિકા મંદાના મહારાણી યેસુબાઈની ભૂમિકામાં અને અક્ષય ખન્ના ઔરંગઝેબની ભૂમિકામાં જોવા મળ્યા છે. તાજેતરમાં, લક્ષ્મણ ઉતેકરે વિક્કી અને અક્ષય વિશે ખુલાસો કર્યો છે કે બંનેએ સેટ પર એકબીજાનો ચહેરો પણ નહતો જોયો. શૂટિંગ દરમિયાન બંનેએ એકબીજા સાથે વાત કરવાનો પણ ઈનકાર કરી દીધો હતો.

અક્ષય ખન્નાની પ્રશંસા કરતા, દિગ્દર્શકે તેને બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંથી એક ગણાવ્યો હતો. ટ્રેલરમાં ભલે અક્ષય ખન્નાની માત્ર એક ઝલક જોવા મળી હોય, પણ આના પરથી સ્પષ્ટ થાય છે કે તેનો અભિનય ખૂબ જ સારો હશે. લક્ષ્મણ ઉતેકરે કહ્યું, "તેણે જે રીતે ઔરંગઝેબનું પાત્ર ભજવ્યું છે તે તમને ડરાવી દેશે."

"અક્ષય તેની આંખોથી ઘણું બધું કહી જાય છે"

દિગ્દર્શકે આગળ કહ્યું, "અક્ષય બહુ ઓછું બોલે છે, પણ તેની આંખોથી ઘણું બધું કહી જાય છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે અક્ષયને ફિલ્મમાં કામ કરવા માટે કેવી રીતે રાજી કર્યા, તો આના જવાબમાં લક્ષ્મણે કહ્યું, “હું અલીબાગમાં તેમના ઘરે ગયો હતો અને તેમણે ઓફર સ્વીકારી લીધી. તે ખૂબ જ સારો વ્યક્તિ છે, પણ તે ફક્ત મર્યાદિત પ્રોજેક્ટ્સ જ કરે છે. પણ તે જે પણ કામ કરે છે, તે પૂરા દિલથી કરે છે.” અક્ષય ખન્ના સાથે કામ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરતા, વિક્કી કૌશલે કહ્યું કે, અક્ષય સાથે તેના કેટલાક સીન છે પરંતુ ફિલ્મ દરમિયાન બંનેએ એક પણ વાર વાત નહતી કરી.

"બંને એકબીજાનો ચહેરો પણ જોવા નહતા માંગતા"

લક્ષ્મણ ઉતેકરે કહ્યું, “જે દિવસે તેમનો સીન સાથે શૂટ થવાનો હતો તે દિવસે તેઓ પહેલી વાર મળ્યા હતા. પણ બંને પોતાના પાત્રમાં હતા." આ અંગે વિક્કીએ કહ્યું, "જ્યારે અમે તે સીનનું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે અમે એકબીજાને હેલો, ગુડ મોર્નિંગ કે ગુડબાય પણ નહોતા કહ્યું. તે ઔરંગઝેબ હતો અને હું છત્રપતિ સંભાજી મહારાજ. અમે સીધા જ સીન શૂટ કરવાનું શરૂ કર્યું. અમારી વચ્ચે કોઈ વાતચીત ન થઈ. આશા છે કે, ફિલ્મ રિલીઝ થયા પછી મને તેમની સાથે વાત કરવાનો મોકો મળશે." લક્ષ્મણે કહ્યું, "બંને પોતાના પાત્રોમાં એટલા ડૂબેલા હતા કે તેમણે એકબીજાના ચહેરા પણ નહતા જોયા."

આ સમાચાર શેર કરો