દિગ્ગજ અભિનેત્રી મૌસમી ચેટર્જીને મોટો આઘાત, પતિ જયંત મુખર્જીનું લાંબી બીમારી બાદ થયું નિધન

દિગ્ગજ અભિનેત્રી મૌસમી ચેટર્જીના પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. તેમના પતિ અને ફિલ્મ નિર્માતા-સંગીતકાર જયંત મુખર્જીનું ગુરુવારે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતાં. જયંત મુખર્જીના અવસાનના સમાચારની પુષ્ટિ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)ના બી.એન. તિવારીએ આઈએએનએસ સાથેની વાતચીતમાં કરી હતી.
મૌસમી અને જયંતના લગ્નને પાંચ દાયકા કરતા વધુ સમય થઈ ગયો હતો. બંનેએ જીવનના ઘણા ઉતાર-ચઢાવ સાથે જોયા હતા. આ પહેલા ડિસેમ્બર 2019માં દંપતીએ તેમની મોટી દીકરી પાયલને પણ ગુમાવી દીધી હતી. હવે પતિના નિધનથી મૌસમીચેટર્જી પર દુઃખોનો વધુ એક પહાડ તૂટી પડ્યો છે.
ગાયક અને સંગીતકાર હેમંત કુમારના પુત્ર હતા જયંત મુખર્જી
જયંત મુખર્જી દિગ્ગજ ગાયક અને સંગીતકાર હેમંત કુમારના પુત્ર હતા. તેમને પરિવારના સભ્યો અને મિત્રો પ્રેમથી ‘બાબુ’ કહીને બોલાવતા હતા. તેઓ ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રહ્યા અને નિર્માતા તરીકે કામ કર્યું. તેમના ફિલ્મી સફરમાં વર્ષ 1975માં આવેલી ફિલ્મ ‘મજાક’ અને 1979ની ફિલ્મ ‘દો લડકે દોનો કડકે’ સામેલ છે. આ ઉપરાંત તેઓ 1992માં આવેલી ટીવી સિરિયલ ‘તલાશ’ સાથે પણ જોડાયેલા હતા.
નાની ઉંમરમાં જયંત અને મૌસમીનાં થયાં હતાં લગ્ન
જયંત અને મૌસમી ચેટર્જીના લગ્નને પાંચ દાયકાથી વધુ સમય થઈ ગયો હતો. બંનેએ નાની ઉંમરમાં લગ્ન કર્યા હતા. મૌસમીએ આ જ વર્ષે એક ઇન્ટરવ્યુમાં તેમના લગ્નના શરૂઆતના દિવસોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેઓ દસમા ધોરણમાં હતા, ત્યારે જ તેમની સગાઈ નક્કી કરી દેવામાં આવી હતી અને તેના થોડા સમય પછી જ લગ્ન થઈ ગયા હતા. લગ્ન પછી બંને મુંબઈ આવી ગયા, જ્યાં મૌસમીએ તેમની અભિનય કારકિર્દી આગળ ધપાવી.
2019માં ગુમાવી દીકરી
આ દંપતીને મેઘા મુખર્જી અને પાયલ મુખર્જી નામની બે દીકરીઓ હતી. જોકે, પરિવારને ડિસેમ્બર 2019માં મોટો ઝટકો લાગ્યો, જ્યારે તેમની મોટી દીકરી પાયલનું 45 વર્ષની ઉંમરમાં અવસાન થયું. પાયલ લાંબા સમયથી જુવેનાઈલ ડાયાબિટીસથી પીડાઈ રહી હતી. બીમારીના કારણે તે લાંબા સમય સુધી કોમામાં પણ રહી હતી. વર્ષ 2017થી તેને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
દીકરીની સંભાળ માટે ખટખટાવ્યો હતો કોર્ટનો દરવાજો
દીકરીની બગડતી તબિયતને જોતા મૌસમી અને જયંતે વર્ષ 2018માં બોમ્બે હાઈકોર્ટનો દરવાજો પણ ખટખટાવ્યો હતો. બંનેએ પોતાની દીકરીની સંભાળ અને તેની સારવાર સાથે જોડાયેલા નિર્ણયો લેવા માટે તેના કાનૂની વાલી બનવાની માંગ કરી હતી.
હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી છે મૌસમી ચેટર્જી
બીજી બાજુ, મૌસમી ચેટર્જીની વાત કરીએ તો તેઓ હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રીઓમાં સામેલ રહ્યા છે. તેમણે ખૂબ જ નાની ઉંમરમાં અભિનયની દુનિયામાં ડગલુ માડ્યું હતું. તેમની પહેલી બંગાળી ફિલ્મ ‘બાલિકા








