વીર હિરાણીનો વોઈસ એક્ટિંગમાં ડેબ્યુ, AI ફિલ્મમાં મોગલીના પાત્રને આપશે પોતાનો અવાજ

અભિનેતા વીર હિરાણી 'ધી જંગલ બૂક' પર આધારીત આગામી AI જનરેટેડ ભારતીય ફીચર ફિલ્મમાં મોગલીના પાત્રને પોતાનો અવાજ આપીને વોઈસ એક્ટિંગ ક્ષેત્રે પદાર્પણ કરવા જઈ રહ્યો છે.
રાજ કુમાર હિરાણીનો પુત્ર વીર હિરાણી અવિનાશ અરુણની વેબ સિરીઝ 'પ્રીતમ એન્ડ પેડ્રો'માં અરશદ વારસી અને વિક્રાંત મેસી સાથે ડેબ્યુ કરી ચૂક્યો છે. જોકે, તેણે હવે કોઈ મોટો એક્ટિંગ પ્રોજેક્ટ અપનાવવાને બદલે વોઈસ એક્ટિંગમાં ઝંપલાવ્યું છે.
જાહેરાત
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ હોલિવુડની એનિમેશન ફિલ્મો માટે બોલિવુડના મોટા મોટા કલાકારો પોતાનો અવાજ આપી ચૂક્યા છે.
વીર હિરાણીની મોટા પડદે હિરો તરીકે પહેલી ફિલ્મ 'લગન લાગી રે' હશે. તેમાં રાશા થડાની તેની હિરોઈન છે. ચર્ચા અનુસાર આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હાલ ફિલ્મ પોસ્ટ પ્રોડક્શન હેઠળ છે.
જાહેરાત






