રણવીર સિંહની આગામી ફિલ્મમાં પરવીન બાબીના કિરદારમાં દેખાશે તૃપ્તિ ડિમરી
આ ફિલ્મ 70-80ના દાયકાના કેટલાક પ્રસંગો પર આધારિત છે. ફિલ્મની વાર્તામાં એ

આ ફિલ્મ 70-80ના દાયકાના કેટલાક પ્રસંગો પર આધારિત છે. ફિલ્મની વાર્તામાં એક જગ્યાએ પરવીન બાબીના સોંગનો ઉલ્લેખ છે. પરવીન બાબી તરીકે તૃપ્તિ ડિમરી આ સોંગ સીકવન્સમાં હશે એમ કહેવાય છે.
પરવીન બાબીની બોયોપિક બનવાની ચાલે છે ચર્ચા
ઉલ્લેખનીય છે કે, પરવીન બાબીની બાયોપિક બની રહી હોવાની ચર્ચા લાંબા સમયથી છે. થોડા સમય પહેલાં એવી પણ ચર્ચા શરુ થઈ હતી કે કદાચ તૃપ્તિ ડિમરી જ પરવીન બાબીની મુખ્ય ભૂમિકા ભજવવાની છે. જોકે, 'ધુરંધર'માં તૃપ્તિના કેમિયો તથા પરવીન બાબીની બાયોપિક વિશે કોઈ સંબંધ છે કે કેમ તે વિશે હજુ કોઈ સ્પષ્ટતા નથી.
પરવીન બાબીના જીવનપ્રસંગોને અગાઉ એકથી વધુ ફિલ્મામાં જુદી રીતે આવરી લેવાયા છે. મહેશ ભટ્ટની 'ફિર તેરી કહાની યાદ આઈ' ફિલ્મ તેમના અને પરવીન બાબીના સંબંધો પર આધારિત હોવાનું ચર્ચાયું હતું. તે પછી કંગના રણૌત અને શાઈની આહુજાની 'વો લમ્હે ' ફિલ્મમાં પણ લગભગ એ જ કથા રિપીટ કરાઈ હતી.





