આ સાઉથના કલાકારને મળી Don 3માં વિલનના રોલની ઓફર!

"Don" ફ્રેન્ચાઈઝીમાં લાંબા વિલંબ પછી, ફરહાન અખ્તર અને રણવીર સિંહ હવે ફિલ્મ ફ્લોર પર લાવવા માટે તૈયાર છે. શરૂઆતમાં કિયારા અડવાણી અભિનેતાની વિરુદ્ધ મુખ્ય ભૂમિકા ભજવવાની હતી, પરંતુ પ્રેગ્નન્સીને કારણે તેણે ફિલ્મ છોડી દીધી.
"Don 3" માં કિયારા અડવાણીની જગ્યાએ કૃતિ સેનન આવી છે અને વિક્રાંત મેસીના ગયા પછી, ફિલ્મને હવે એક નવો વિલન મળી ગયો છે. અહેવાલો અનુસાર, ફરહાન અખ્તરના દિગ્દર્શનમાં રણવીર સિંહની સામે વિલનના રેલમાં એક તમિલ સુપરસ્ટાર, જે મોટાભાગની ફિલ્મોમાં વિલનની ભૂમિકાઓ માટે જાણીતા 'અર્જુન દાસ'ને ઓફર મળી છે.
ડોન ૩ નું શૂટિંગ ક્યારે થશે શરૂ?
જો અર્જુન દાસ Don 3 માં દેખાશે, તો તેને હિન્દી દર્શકો સમક્ષ પોતાની અભિનય કુશળતા દર્શાવવાની તક મળશે. હાલમાં, ફરહાન અખ્તર ફિલ્મના કાસ્ટિંગ અંગે મૌન છે. અહેવાલો અનુસાર, રણવીર સિંહની "Don 3" 2026માં ફ્લોર પર જશે, અને અભિનેતા તે પહેલાં એક વર્કશોપ પણ કરશે.

