આ છે દુનિયાનો સૌથી અમીર ચાઈલ્ડ એક્ટર, 16 વર્ષની ઉંમરે છે આટલા કરોડનો માલિક
હોલીવુડથી લઈને બોલિવૂડ સુધીના સૌથી અમીર એક્ટર-એક્ટ્રેસ વિશે તમે અવારનવાર વાંચતા જ હશો. હાલમાં જ હુરુન ઈન્ડિયાએ

હોલીવુડથી લઈને બોલિવૂડ સુધીના સૌથી અમીર એક્ટર-એક્ટ્રેસ વિશે તમે અવારનવાર વાંચતા જ હશો. હાલમાં જ હુરુન ઈન્ડિયાએ દેશની સૌથી અમીર હસ્તીઓની યાદી જાહેર કરી હતી, જેમાં શાહરૂખ ખાન અને જૂહી ચાવલા જેવા સ્ટાર્સનું નામ પણ હતું. આ રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાનની નેટવર્થ 7300 કરોડ રૂપિયા છે અને આ સાથે તેને ભારતનો સૌથી અમીર એક્ટર પણ કહેવામાં આવે છે. પરંતુ, શું તમે વિશ્વના સૌથી અમીર ચાઈલ્ડ એક્ટર વિશે જાણો છો? જો નહીં, તો ચાલો તમને આ ચાઈલ્ડ એક્ટર વિશે જણાવીએ, જેની નેટવર્થ મોટા મોટા અમીર લોકોથી પણ વધારે છે. બોલિવૂડના મોટા એક્ટર્સની સંપત્તિ તેની નેટવર્થની સરખામણીમાં કંઈ જ નથી.
આ પણ વાંચો: નરગીસ ફખરીની બહેન આલિયાની ધરપકડ, પૂર્વ બોયફ્રેન્ડ અને મહિલા મિત્રની હત્યાનો આરોપ
વિશ્વનો સૌથી અમીર બાળ કલાકાર કોણ છે?
અમે જે ચાઈલ્ડ એક્ટર વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ ઇયેન આર્મિટેજ છે. ઇયેન એક અમેરિકન ચાઈલ્ડ એક્ટર છે, જેણે 9 વર્ષની ઉંમરે પોતાનો શો બનાવ્યો અને 13 વર્ષની ઉંમરે કરોડોની સંપત્તિ બનાવી. હવે ઇયેન 16 વર્ષનો છે અને તેની નેટવર્થ 6 મિલિયન ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં 50 હજાર કરોડથી વધુ છે. આ સાથે તે વિશ્વનો સૌથી અમીર ચાઈલ્ડ એક્ટર પણ બની ગયો છે.
એક વેબસાઈટ મુજબ, ઇયેન આર્મિટેજની નેટવર્થ 6 મિલિયન ડોલર છે, જે તેને વિશ્વનો સૌથી અમીર ચાઈલ્ડ એક્ટર બનાવે છે. 16 વર્ષની ઉંમરે, ઇયેને 'મોર્ડન ફેમિલી' ફેમ ઓબ્રે એન્ડરસન-એમોન્સ અને કેનેડિયન એક્ટર જેકબ ટ્રેમ્બલેને પાછળ છોડી દીધા છે, જેની નેટવર્થ 2 મિલિયન ડોલર છે. ઇયેન 'બિગ લિટલ લાઈઝ', 'સ્કૂબ', 'યંગ શેલ્ડન' જેવા પ્રોજેક્ટ માટે જાણીતો છે.
ઇયેન આ ફિલ્મો અને શોમાં જોવા મળ્યો છે
ઇયેન આર્મિટેજના અંગત જીવનની વાત કરીએ તો તેનો જન્મ 2008માં જ્યોર્જિયામાં થયો હતો. તેણે 'ઇયેન આર્મિટેજ લવ્સ થિયેટર' નામની તેની યુટ્યુબ વીડિયો સિરીઝ દ્વારા પ્રસિદ્ધિ મેળવી હતી. વાયરલ સિરીઝના કારણે ઇયેનને ટેલેન્ટ એજન્ટ્સ તરફથી ઘણા કોલ આવ્યા હતા. તેણે 2017માં એક્ટિંગની શરૂઆત કરી અને બેક ટુ બેક ત્રણ ફિલ્મો 'ધ ગ્લાસ કેસલ', 'અવર સોલ્સ એટ નાઈટ', અને 'આઈ એમ નોટ હીયર' કરી. આ સિવાય તે ટીવી શો 'લો એન્ડ ઓર્ડરઃ સ્પેશિયલ વિક્ટિમ્સ યુનિટ' અને 'બિગ લિટલ લાઈઝ'માં પણ જોવા મળ્યો હતો.






