નરગીસ ફખરીની બહેન આલિયાની ધરપકડ, પૂર્વ બોયફ્રેન્ડ અને મહિલા મિત્રની હત્યાનો આરોપ
'રોકસ્ટાર' ગર્લ નરગીસ ફખરીની એક બહેન છે જે હાલમાં સમાચારમાં છે કાર

'રોકસ્ટાર' ગર્લ નરગીસ ફખરીની એક બહેન છે જે હાલમાં સમાચારમાં છે કારણ કે તેના પર તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડની હત્યાનો આરોપ છે. આલિયાને ઈર્ષ્યામાં તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને તેની નવી ગર્લફ્રેન્ડની હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
43 વર્ષની આલિયાએ એડવર્ડ જેકોબ્સ અને અનાસ્તાસિયા "સ્ટાર" એટીનની હત્યા કરી હોવાના આક્ષેપ છે. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને ફોજદારી અદાલતમાં જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા.
નરગીસની માતાએ જણાવ્યું કે તેમની પુત્રી આવું કંઈ કરે શકે નહિ. તેમણે કહ્યું, "મને નથી લાગતું કે તે કોઈને મારી નાખશે. તે એક એવી વ્યક્તિ હતી જેણે દરેકનું ધ્યાન રાખ્યું હતું. તેણે દરેકને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો."






