એક-બે નહીં 5 ફિલ્મો તોડી શકે છે 'પુષ્પા 2'ની કમાણીના રેકોર્ડ, આ વર્ષે થશે રિલીઝ
આપણે વર્ષ 2024ને અલવિદા કહી દીધું છે. ગયા વર્ષે બોલિવૂડ અને સાઉથની ઘણી ફિલ્મો રિલીઝ થઈ હતી. ઘણી ફિલ્

આપણે વર્ષ 2024ને અલવિદા કહી દીધું છે. ગયા વર્ષે બોલિવૂડ અને સાઉથની ઘણી ફિલ્મો રિલીઝ થઈ હતી. ઘણી ફિલ્મોએ બમ્પર કમાણી પણ કરી હતી. પરંતુ વર્ષના છેલ્લા મહિનામાં અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'એ જે કમાલ કરી હતી તેનો પડઘો આ વર્ષે પણ સંભળાવવાનો છે. સાઉથની ફિલ્મ હોવા છતાં 'પુષ્પા 2'ના હિન્દી વર્ઝને ઈતિહાસ રચ્યો હતો. આ ફિલ્મ હિન્દીમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે.
આ પણ વાંચો: 2025ના પહેલા અઠવાડિયામાં OTT પર આવશે આ ફિલ્મ અને સિરીઝ, જાણો પ્લેટફોર્મ અને રિલીઝ ડેટ
આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે હવે 'પુષ્પા 2'નો આ રેકોર્ડ તોડવાની હિંમત કોણ કરશે? કઈ ફિલ્મ કમાણીના મામલામાં તેને પાછળ છોડી શકે તેટલી શક્તિ ધરાવે છે? આનો જવાબ આ વર્ષે આવનારી કેટલીક ફિલ્મોમાં આપી શકે છે. 2025માં સલમાન ખાનથી લઈને સની દેઓલ અને હૃતિક રોશન સુધીના સ્ટાર્સ મોટી ફિલ્મો લઈને આવી રહ્યા છે. આ ફિલ્મો 'પુષ્પા 2'ના હિન્દી વર્ઝનને પાછળ છોડી દેવાની પૂરી ક્ષમતા ધરાવે છે. પરંતુ આ એટલું સરળ નથી, કારણ કે પુષ્પા 2 ના હિન્દી વર્ઝને માત્ર 26 દિવસમાં 758.9 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
સિકંદર
સલમાન ખાન 2024માં માત્ર કેમિયો કરતો જોવા મળ્યો હતો. ફેન્સ લાંબા સમયથી તેની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે 'ટાઇગર 3'ના એવરેજ પ્રદર્શન બાદ સલમાને જોરદાર કમબેક કરવાની તૈયારી કરી લીધી છે. આ વર્ષે ઈદના અવસર પર સલમાન ફેન્સ પાસેથી ઈદી લેવા અને ફેન્સને બ્લોકબસ્ટર ફિલ્મ ગિફ્ટ કરવા જઈ રહ્યો છે. એઆર મુરુગાદોસ દ્વારા નિર્દેશિત 'સિકંદર'માં સલમાન અલગ અંદાજમાં જોવા મળશે. આમાં રશ્મિકા મંદાના ફીમેલ લીડ તરીકે જોવા મળશે. તેના ટીઝરને રેકોર્ડ વ્યુઝ મળ્યા છે, જેના કારણે આશા છે કે ફિલ્મ રેકોર્ડ તોડશે.
વોર 2
ફિલ્મ 'વોર 2' પણ આ યાદીમાં સામેલ છે, જે અગાઉના કમાણીના રેકોર્ડ તોડવાની ક્ષમતા ધરાવે છે. વર્ષ 2019માં રિલીઝ થયેલી હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની 'વોર'એ બમ્પર કમાણી કરી હતી. હવે આ વખતે ફ્રેન્ચાઈઝીના બીજા ભાગમાં જુનિયર એનટીઆરે એન્ટ્રી કરી છે. તેના કારણે YRF સ્પાય યુનિવર્સની આ ફિલ્મનો બઝ એક અલગ સ્તર પર પહોંચી ગયો છે. આ ફિલ્મમાં કિયારા અડવાણી પણ હશે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 14 ઓગસ્ટ, 2025ના રોજ રિલીઝ થશે.
લાહોર 1947
2023માં સની દેઓલે ફિલ્મ 'ગદર 2'માં એવો પ્રદર્શન આપ્યું હતું કે બધા ચોંકી ગયા હતા. સની દેઓલની લાંબા સમય પછી મોટા પડદા પર વાપસી સફળ રહી. હવે સની આ વર્ષે ઘણી ફિલ્મોમાં જોવા મળવાનો છે. આ વર્ષની તેની સૌથી મોટી ફિલ્મ 'લાહોર 1947' હશે. આ ફિલ્મ આમિર ખાને પ્રોડ્યુસ કરી છે અને રાજકુમાર સંતોષીએ ડિરેક્ટ કરી છે. પ્રીતિ ઝિન્ટા પણ આમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. એક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થઈ શકે છે. જોકે હજુ તારીખ નથી નક્કી કરવામાં આવી.
સ્કાય ફોર્સ
અક્ષય કુમાર આ વર્ષે ઘણી ફિલ્મોમાં જોવા મળશે. ‘સ્કાય ફોર્સ’ પણ તેમાંથી એક છે. થોડા સમય પહેલા તરણ આદર્શે કહ્યું હતું કે આ ફિલ્મ ગણતંત્ર દિવસના વીકેન્ડ પર રિલીઝ થશે. જોકે, મેકર્સે હજુ સુધી ફિલ્મ અંગે કોઈ અપડેટ નથી આપી. 'સ્ત્રી 2' બનાવનાર દિનેશ વિજન અને અમર કૌશિકે તેનું નિર્માણ કર્યું છે. વીર પહાડિયા આ ફિલ્મથી ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં સારા અલી ખાન પણ જોવા મળશે.
હાઉસફુલ 5
2010માં શરૂ થયેલી 'હાઉસફુલ' સિરીઝનો પાંચમો ભાગ આ વર્ષે આવવાનો છે. તેના પ્રથમ ચાર ભાગ સફળ રહ્યા છે. આ વખતે ફિલ્મ પાસેથી વધુ અપેક્ષાઓ છે. આ ફિલ્મ 6 જૂન, 2025 ના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે. તેના સિવાય રિતેશ દેશમુખ, ફરદીન ખાન, અભિષેક બચ્ચન, સંજય દત્ત, જેકલીન ફર્નાન્ડિસ, સોનમ બાજવા અને નરગીસ ફખરી જેવા ઘણા કલાકારો જોવા મળશે. માનવામાં આવે છે કે આ ફિલ્મ બમ્પર કમાણી કરી શકે છે.








