મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

2025ના પહેલા અઠવાડિયામાં OTT પર આવશે આ ફિલ્મ અને સિરીઝ, જાણો પ્લેટફોર્મ અને રિલીઝ ડેટ

નવું વર્ષ મનોરંજનના ડોઝ સાથે શરૂ થવા જઈ રહ્યું છે, કારણ કે 2024ના અંત સુધીનું ઘણું સારું કન્ટેન્ટ હવે OTT પ

2025ના પહેલા અઠવાડિયામાં OTT પર આવશે આ ફિલ્મ અને સિરીઝ, જાણો પ્લેટફોર્મ અને રિલીઝ ડેટ

નવું વર્ષ મનોરંજનના ડોઝ સાથે શરૂ થવા જઈ રહ્યું છે, કારણ કે 2024ના અંત સુધીનું ઘણું સારું કન્ટેન્ટ હવે OTT પર રિલીઝ થવા જઈ રહ્યું છે. ક્રિટીક્સ દ્વારા વખાણાયેલી ભારતીય ફિલ્મોથી લઈને આંતરરાષ્ટ્રીય થ્રિલર ફિલ્મો અને વેબ સિરીઝ સુધી, બધું જ 2025ના પ્રથમ અઠવાડિયામાં જ OTT પર રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મો અને સિરીઝ દર્શકોને રોમાંચક સફર પર લઈ જશે. જો તમે 2025 શરૂ કરવા માટે કોઈ મૂવી અથવા સિરીઝ શોધી રહ્યાં છો, તો આ અઠવાડિયાની OTT રિલીઝની યાદી અહીં છે.

આ પણ વાંચો: New Year 2025 / કોઈએ પરિવાર તો કોઈએ મિત્રો સાથે, બોલીવૂડ સ્ટાર્સે આ રીતે કર્યું નવા વર્ષનું સ્વાગત

ઓલ વી ઈમેજિન એઝ લાઈટ

પાયલ કાપડિયાની ક્રિટીક્સ દ્વારા વખાણાયેલી ફિલ્મ 'ઓલ વી ઈમેજિન એઝ લાઈટ' એક નર્સ પ્રભાસ અને તેની ફ્લેટમેટ અનુ પર કેન્દ્રિત છે. આ ફિલ્મમાં દિવ્યા પ્રભા, કાની કુસરુતિ, હૃદુ હારૂન, છાયા કદમ અને ટીન્ટુમોલ જોસેફ મુખ્ય ભૂમિકામાં છે. 'ઓલ વી ઈમેજિન એઝ લાઈટ' 3 જાન્યુઆરી, 2025ના રોજ ડિઝની+હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.

ગુનાહ સિઝન 2

પાવર-પેક્ડ મનોરંજક શો 'ગુનાહ' બીજી સિઝન સાથે પાછો ફર્યો છે. આ હિન્દી સિરીઝમાં ગશ્મીર મહાજની, સુરભી જ્યોતિ, દર્શન પંડ્યા અને શશાંક કેતકર મુખ્ય ભૂમિકામાં છે. 'ગુનાહ સિઝન 2' 3 જાન્યુઆરી, 2025ના રોજ Disney+Hotstar પર રિલીઝ થશે.

એવિસી- આઈ એમ ટિમ

'એવિસી- આઈ એમ ટિમ' ડોક્યુમેન્ટરી ટિમ બર્ગલિંગની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે એક શરમાળ અને અસુરક્ષિત છોકરો છે. જેણે અચાનક જ વિશ્વના સૌથી પ્રિય કલાકારોમાંના એક એવિસીને જન્મ આપ્યો. ડોક્યુમેન્ટરીમાં એવિસી, એલો બ્લેક, ક્રિસ માર્ટિન, નાઈલ રોજર્સ, ડેવિડ ગુએટા અને એશ પોર્નૌરી જેવા કલાકારો છે. 'એવિસી- આઈ એમ ટિમ' નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ગઈ છે.

રિયુનિયન

અમેરિકન કોમેડી-મિસ્ટ્રી ફિલ્મ 'રિયુનિયન' હાઈસ્કૂલના મિત્રોના રિયુનિયનની વાર્તાની આસપાસ ફરે છે. તેઓ એક હત્યાનો પર્દાફાશ કરે છે અને તેમની વચ્ચેના હત્યારાને ઓળખવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મમાં નીના ડોબરેવ, જેમી ચુંગ, ચેસ ક્રોફોર્ડ, બિલી મેગનસેન અને સિયોભાન મર્ફી મુખ્ય ભૂમિકામાં છે. 'રિયુનિયન' 1 જાન્યુઆરી, 2025ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

મિસિંગ યુ

સિરીઝ 'મિસિંગ યુ' એક ડિટેક્ટીવ ઈન્સ્પેક્ટરની આસપાસ ફરે છે જે ગુમ વ્યક્તિઓના કેસોમાં નિષ્ણાત છે. જ્યારે તેને ખબર પડે છે કે તેની મંગેતર, જે અગિયાર વર્ષ પહેલા ગાયબ થઈ ગઈ હતી, તે ડેટિંગ એપ્લિકેશન પર એક્ટિવ છે ત્યારે તેનું જીવન પલટાઈ જાય છે. આ શોમાં રોઝાલિન્ડ એલિઝાર, રિચાર્ડ આર્મિટેજ, જેમ્સ નેસ્બિટ અને એશલે વોલ્ટર્સ છે. 'મિસિંગ યુ' 1 જાન્યુઆરી, 2025ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

આ સમાચાર શેર કરો