New Year 2025 / કોઈએ પરિવાર તો કોઈએ મિત્રો સાથે, બોલીવૂડ સ્ટાર્સે આ રીતે કર્યું નવા વર્ષનું સ્વાગત
વર્ષ 2024 બોલિવૂડ માટે ખૂબ જ ખાસ રહ્યું છે અને હવે આખી દુનિયા 2025નું સ્વાગત કરી રહી છે. આ સમયે, આખી દુનિયા નવા વર્ષ

વર્ષ 2024 બોલિવૂડ માટે ખૂબ જ ખાસ રહ્યું છે અને હવે આખી દુનિયા 2025નું સ્વાગત કરી રહી છે. આ સમયે, આખી દુનિયા નવા વર્ષની ઉજવણી કરી રહી છે, તો બોલિવૂડ સ્ટાર્સ કેવી રીતે પાછળ રહી શકે છે.
આ પણ વાંચો: બોલિવૂડથી કંટાળ્યો અનુરાગ કશ્યપ, મુંબઈ છોડવાનો લીધો નિર્ણય, કહ્યું- 'હું મારી ઈન્ડસ્ટ્રીના...'
ભારતીય કલાકારોની સોશિયલ મીડિયાની પોસ્ટ હાલમાં સામે આવી રહી છે અને ઝડપથી વાયરલ થઈ રહી છે. કેટલાક પાર્ટી કરી રહ્યા છે તો કેટલાક પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. ચાલો જોઈએ બોલીવૂડ સ્ટાર્સે નવા વર્ષનું સ્વાગત કેવી રીતે કર્યું હતું.
નીતુ, આલિયા-રણબીર કપૂર
કપૂર પરિવારની વાત કરીએ તો નીતુ કપૂરે કેટલીક તસવીરો શેર કરી છે જે ખૂબ જ ખાસ છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન નીતુ કપૂર તેના આખા પરિવાર સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. આ તસવીરમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રિદ્ધિમા કપૂર સાહની અને તેની દીકરી પણ નીતુ કપૂર સાથે જોવા મળી રહી છે.
અનન્યા પાંડે
અનન્યા પાંડેએ તેના નવા વર્ષની શરૂઆત તેના પાલતું કૂતરા સાથે કરી હતી. તેણે તસવીરો સાથે સોશિયલ મીડિયા પર કેપ્શન લખ્યું, "2025ની શરૂઆત માત્ર પ્રેમથી!!!"
દેવગન પરિવાર
અજય દેવગન પણ તેના પરિવાર સાથે જોવા મળ્યો હતો અને આ દરમિયાન તે ઘણો ખુશ હતો. તેની સાથે કાજોલ અને તેનો પુત્ર યુગ પણ જોવા મળી રહ્યો છે. કાજોલે આ તસવીરો શેર કરી હતી. તસવીરોની સાથે તેણે લખ્યું કે, "આવતા વર્ષ માટે આપ સૌને શુભકામનાઓ."
સુષ્મિતા સેન
સુષ્મિતા સેને ખૂબ જ હોટ અંદાજમાં વર્ષ 2025નું સ્વાગત કર્યું છે. આ દરમિયાન તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે બ્લેક ડ્રેસ પહેરીને ચાલતી જોવા મળી રહી છે. લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
શિલ્પા શેટ્ટી
નવા વર્ષના અવસર પર શિલ્પા શેટ્ટીએ પણ પોતાના પરિવાર અને નજીકના લોકો સાથે મસ્તી કરવાની એક પણ તક નથી ગુમાવી. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
સોનાક્ષી સિંહા-ઝહીર ઈકબાલ
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષનું સ્વાગત કર્યું. બંનેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નવા વર્ષની ઉજવણીનો વીડિયો પણ શેર કરી હતી અને ફેન્સને નવા વર્ષની શુભેચ્છા આ વીડિયો સોનાક્ષીઅને ઈકબાલ ઓસ્ટ્રેલિયામાં આતિશબાજીનો આનંદ માણતા જોઈ શકાય છે.
કેટરિના કૈફ-વિકી કૌશલ
બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફ બે દિવસ પહેલા પતિ વિકી કૌશલ સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. બંને નવા વર્ષની ઉજવણી કરવા દેશની બહાર ગયા છે. કેટરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી સુંદર તસવીરો શેર કરી છે. બંનેએ તેમના હોલિડે ડેસ્ટિનેશનને સિક્રેટ રાખ્યું છે.
નેહા ધૂપિયા-અંગદ બેદી
બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા પતિ અંગદ અને બાળકો સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરવા ઓસ્ટ્રેલિયાના મેલબર્ન પહોંચી હતી. તેણે તેના પતિ અને બે બાળકો સાથે ઉજવણીનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં બંને બાળકો નેહા અને અંગદના ખભા પર બેઠેલા જોઈ શકાય છે.
હર્ષવર્ધન રાણે
અભિનેતા હર્ષવર્ધન રાણે નવા વર્ષની ઉજવણી કરવા રશિયા ગયો છે. તેણે તેના ફેન્સને નવા વર્ષની શુભેચ્છાઓ આપી અને સુંદર તસવીરો શેર કરી છે. હર્ષે નવા વર્ષમાં દરેક માટે સારા સ્વાસ્થ્ય અને સંપત્તિ માટે પ્રાર્થના કરી હતી.








