ફરી એક સાથે જોવા મળશે અક્ષય કુમાર-ગોવિંદા અને પરેશ રાવલની ત્રિપુટી
બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ 'ભાગમભાગ'ની સિક્વલ બનશે. પ્રિયદર્શનના ડિર

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ 'ભાગમભાગ'ની સિક્વલ બનશે. પ્રિયદર્શનના ડિરેક્શનમાં બનેલી વર્ષ 2006ની સુપરહિટ કોમેડી ફિલ્મ 'ભાગમભાગ"માં અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ રાવલે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
અક્ષય કુમારે ખરીદ્યા રાઇટ્સ
કહેવામાં આવે છે કે અક્ષય કુમારે શેમારૂ પાસેથી 'ભાગમભાગ'ના રાઇટ્સ ખરીદ્યા છે. શેમારૂ એન્ટરટેઇનમેન્ટ સાથે મળીને તે આ ફિલ્મને પ્રોડ્યૂસ કરશે. લેખકોની એક નવી ટીમ સાથે મળીને સ્ક્રિપ્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે.અક્ષય કુમારે લોકપ્રિય ફિલ્મ હેરાફેરી ફ્રેન્ચાઇઝીના અધિકાર પણ મેળવ્યા છે.
આ પણ વાંચો: 'આવા કપડા મને ના પહેરાવો', બોડી સ્ટાઇલથી પરેશાન થઇ આ એક્ટ્રેસ
ક્યારે શરૂ થશે ફિલ્મનું શૂટિંગ
કહેવામાં આવે છે કે જો બધુ પ્લાન અનુસાર થયું તો 'ભાગમભાગ-2'નું શૂટિંગ 2025ના અંત સુધી શરૂ થઇ જશે. વર્ષ 2026માં આ ફિલ્મને રિલીઝ કરવામાં આવી શકે છે. અક્ષયકુમાર ભાગમભાગ-2 માટે ગોવિંદા અને પરેશ રાવલની જૂની જોડી સાથે ફરી કામ કરવા માંગે છે.






