મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'આવા કપડા મને ના પહેરાવો', બોડી સ્ટાઇલથી પરેશાન થઇ આ એક્ટ્રેસ

નોરા ફતેહી બોલિવૂડમાં તેના શાનદાર અભિનય નો અને શાનદાસ ડાન્સ નંબર માટે જાણીતી છે. નોરાએ ખ

'આવા કપડા મને ના પહેરાવો', બોડી સ્ટાઇલથી પરેશાન થઇ આ એક્ટ્રેસ

નોરા ફતેહી બોલિવૂડમાં તેના શાનદાર અભિનય નો અને શાનદાસ ડાન્સ નંબર માટે જાણીતી છે. નોરાએ ખુલાસો કર્યો કે તેણીએ તેના સ્ટાઈલિશ અને નિર્માતાઓને એવું કહેવું પડતું કે, જાન્હવી કપૂર, અનન્યા પાંડે અને સારા અલીખાન જેવા કપડાં ન પહેરાવે. 

નોરા ફતેહીએ બોલિવૂડમાં પોતાના અનુભવ વિશે કરી વાત
 
એક ઈન્ટરવ્યૂમાં નોરાએ બોલિવૂડમાં સ્ટાઈલિંગને લઈને પોતાના અનુભવ વિશે ખુલીને વાત કરી હતી. કેનેડિયન ડાન્સર જે હંમેશા બોલિવૂડમાં પોતાના અનુભવ વિશે સ્પષ્ટ કહે છે કે, જ્યારે ઈન્ડસ્ટ્રીમાં સ્ટાઈલિંગની વાત આવે છે ત્યારે તેણે પોતાના સૂચનો આપવા પડે છે. નોરાએ કહ્યું કે, ભારતમાં લાંબા સમય સુધી કામ કર્યા પછી તે તેના સ્ટાઈલિસ્ટ સાથે વાત કરી શકે છે અને તેમને અનન્યા પાંડે, જાન્હવી કપૂર અને સારા અલી ખાનની જેમ ડ્રેસ ન પહેરવા માટે કહી શકે છે, કારણ કે તેમની બોડી સ્ટાઈલ અલગ છે. નોરા કહે છે કે તેના તર્કને સમજવું તેમના માટે ઘણું મુશ્કેલ બની જાય છે, પરંતુ આખરે તેઓ સંમત થાય છે.

આ પણ વાંચો: મૃણાલ ઠાકુરના ફોટા સાથે થઈ ગંભીર છેડછાડ, અભિનેત્રીએ ફોટોશોપ કરનારને લીધો આડેહાથ

મીડિયા રિપોર્ટ અનુસાર, નોરા કહે છે કે, મને આવા ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડે છે, જેમાં મારા સ્ટાઈલિસ્ટ અને ડિરેક્ટર્સ પર દબાણ કરવું પડે છે કારણ કે તેઓ ચોક્કસ કપડાં બનાવે છે અને કહે છે કે 'ઠીક છે, અન્ય લોકો આ પહેરે છે' નોરા માને છે કે અન્ય અભિનેત્રીઓ દ્વારા પહેરવામાં આવતા કપડાં પહેરવાથી કોરિયોગ્રાફી અને ડાન્સની સુંદરતા પરથી ધ્યાન હટશે.

આ સમાચાર શેર કરો