મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

મૃણાલ ઠાકુરના ફોટા સાથે થઈ ગંભીર છેડછાડ, અભિનેત્રીએ ફોટોશોપ કરનારને લીધો આડેહાથ

બોલિવૂડની સાથે-સાથે સાઉથની ફિલ્મોમાં પણ પોતાનો જાદુ દેખાડનાર મૃણાલના લોકો દીવાના છે. મૃણાલે ફિલ્મો

મૃણાલ ઠાકુરના ફોટા સાથે થઈ ગંભીર છેડછાડ, અભિનેત્રીએ ફોટોશોપ કરનારને લીધો આડેહાથ

બોલિવૂડની સાથે-સાથે સાઉથની ફિલ્મોમાં પણ પોતાનો જાદુ દેખાડનાર મૃણાલના લોકો દીવાના છે. મૃણાલે ફિલ્મો ઉપરાંત ટીવીમાં પણ કામ કર્યું છે. તાજેતરમાં જ એક્ટ્રેસે એક વ્યક્તિને આડેહાથ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, એક વ્યક્તિએ મૃણાલ ઠાકુર સાથે પોતાનો એક વીડિયો એડિટ કર્યો હતો જે એક્ટ્રેસને પસંદ નહોતો આવ્યો.

આ પણ વાંચોઃ- દિવાળી પર રિલીઝ થઈ હતી ભારતની સૌથી મોંઘી ફિલ્મ, લાગ્યો એવો ચૂનો કે બની સૌથી મોટી ફ્લોપ, સુપરસ્ટારે માગવી પડી માફી

મૃણાલ ઠાકુરના એક ફેને દિવાળી પર તેની સાથે એક એડિટેડ વીડિયો પોસ્ટ કર્યો હતો. આ જોઈને એક્ટ્રેસ ખૂબ ગુસ્સે થઈ ગઈ. જે બાદ અભિનેત્રીએ તે ફેનને ઠપકો આપ્યો હતો. અભિનેત્રીએ કોમેન્ટ સેક્શનમાં લખ્યું- ભાઈ, તમે તમારી જાતને ખોટું આશ્વાસન કેમ આપી રહ્યા છો? તમને લાગે છે કે, તમે જે કરી રહ્યા છો તેનાથી તમે કૂલ બની જશો.

ક્લાસ લીધા પછી, અભિનેત્રીએ તેની કોમેન્ટ ડિલીટ કરી નાખી હતી. ત્યારબાદ તેની સ્ટોરી પર વીડિયો શેર કરતા અભિનેત્રીએ લખ્યું- આશા છે કે તમે એક દિવસ સારી ફિલ્મોને એડિટ કરશો! શુભકામનાઓ, દિવાળીની શુભકામનાઓ. હવે કેટલાક લોકો અભિનેત્રીના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો અભિનેત્રીને ટ્રોલ કરી રહ્યા છે કે અભિનેત્રી પહેલા ઠપકો આપે છે અને પછી પ્રેમ બતાવે છે.

આ ફિલ્મોમાં જોવા મળશે

મૃણાલ ઠાકુર તાજેતરમાં જ વિજય દેવરાકોંડા સાથે ફિલ્મ 'ફેમિલી સ્ટાર'માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ બતાવી શકી નથી. તેમજ અભિનેત્રીએ નાગ અશ્વિનની ફિલ્મ 'કલ્કિ 2898 એડી'માં કેમિયો કર્યો હતો. આ સિવાય મૃણાલ 'પૂજા મેરી જાન', 'વિશ્વંબર' અને 'સન ઓફ સરદાર 2'માં પણ જોવા મળશે. ફેન્સ તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે.

આ સમાચાર શેર કરો