દ્રષ્ટિ ધામીએ લાલ જમ્પસૂટમાં એક સુંદર પોસ્ટ કરી શેર, 'બેબી બમ્પ ફેક છે' કહેનારા ટીકાકારોને આપ્યો સણસણતો જવાબ
'મધુબાલા' ફેમની લોકપ્રિય ટીવી અભિનેત્રી દ્રષ્ટિ ધામી અને તેના પતિ નીરજ ખેમકા લગ્નના 8 વર્ષ બાદ ટૂંક સમયમા

'મધુબાલા' ફેમની લોકપ્રિય ટીવી અભિનેત્રી દ્રષ્ટિ ધામી અને તેના પતિ નીરજ ખેમકા લગ્નના 8 વર્ષ બાદ ટૂંક સમયમાં જ દુનિયામાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. જેના કારણે આ દિવસોમાં દ્રષ્ટિ સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે. થોડા દિવસ પહેલા જ અભિનેત્રીએ બેબી બમ્પ ફ્લોન્ટ કરતા ફોટોઝ શેર કાર્ય હતા. જેમાં અમુક લોકોએ તેના બેબી બમ્પને નકલી કહ્યું હતું. આ દરમિયાન, અભિનેત્રીએ હવે એક વીડિઓ શેર કર્યો છે, જેમાં તેણે તેના નકલી બેબી બમ્પ અંગેની ચર્ચા પર પોતાનું મૌન તોડ્યું છે.
નકલી બેબી બમ્પ અંગેની ચર્ચા પર મૌન તોડ્યું
દ્રષ્ટિએ પોતાનો નવો વીડિયો બનાવ્યો છે જેમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી દેખાઈ છે અને અભિનેત્રીએ નકલી બેબી બમ્પ અંગે ચાલતી ચર્ચા પર વીડિયો શેર કરતા કેપ્શન લખ્યું છે કે, 'મારું બેબી બમ્પ માત્ર ખાવાના કારણે નથી થયો તેનું પ્રૂફ. બધા લોકો મને પૂછે છે, શું તમે હવે જોઈ શકો છો?'
8 વર્ષ પછી માતા બનશે
જ્યારે દ્રષ્ટિએ પોતાની પ્રેગ્નેન્સીના સમાચાર આપ્યા હતા ત્યારે તેણે કોમેન્ટ કરી હતી કે, 'તે ખૂબ જ ઉત્સાહિત છે કે તમે કોઈને આટલો પ્રેમ કેવી રીતે કરી શકો છો જેને તમે હજુ સુધી મળ્યા પણ નથી. તને મળવા માટે ઉત્સાહિત છું.' દૃષ્ટિ ઓક્ટોબરમાં માતા બનશે. લગ્નના 8 વર્ષ બાદ દૃષ્ટિ માતા બનશે.
દૃષ્ટિની પ્રોફેશનલ લાઈફ
દૃષ્ટિની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો, તેણે 'મધુબાલા-એક ઈશ્ક એક જુનૂન', 'સિલસિલા બદલતે રિશ્તો કા', 'ગીત હુઈ સબસે પરાઈ', 'એક થા રાજા એક થી રાની', 'પરદેશ મેં હૈ મેરા દિલ' જેવા ઘણા લોકપ્રિય શોમાં કામ કર્યું છે. આ સિવાય વેબ સિરીઝ 'દુરંગા' અને 'ધ એમ્પ્લોય'માં પણ તેનું કામ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું.






