Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : The death of the Mallika of songs, Asha Bhosle, the whole country is in mourning

VIDEO/ BREAKING: સૂરોની મલ્લિકા Asha Bhosleનું 92 વર્ષની વયે નિધન, સમગ્ર દેશ શોકમગ્ન

Timeછેલ્લું અપડેટ : 12 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારતીય સંગીત જગતનો એક સુવર્ણ યુગ આજે અસ્ત પામ્યો છે. સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું નિધન થયું છે, જેના કારણે સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 92 વર્ષીય આશા જી છેલ્લા કેટલાક સમયથી મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમના નિધનના સમાચાર મળતા જ બોલિવૂડ હસ્તીઓ અને રાજકીય નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આશા જીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર આવતીકાલે બપોરે 4:00 વાગ્યે  કરવામાં આવશે. સંગીત પ્રેમીઓ અને તેમના ચાહકો માટે આ એક ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ છે, જેમણે સાત દાયકા સુધી પોતાના અવાજથી કરોડો લોકોના દિલ જીત્યા હતા.

App Store

ગઝલ ગાયકીએ અપાવ્યો નેશનલ એવોર્ડ

1981માં આશા ભોસલેએ ગઝલ ગાયકીમાં પોતાનું નસીબ અજમાવ્યું. તેમણે ફિલ્મ 'ઉમરાવ જાન'માં 'દિલ ચીઝ ક્યા હૈ', 'ઇન આંખો કી મસ્તી કે', 'યે ક્યા જગહ હૈ દોસ્તો' અને 'જુસ્તજૂ જિસકી થી' જેવી ગઝલો ગાઈને સૌના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મના મ્યુઝિક ડાયરેક્ટર ખય્યામ હતા, જેમણે આશા જીના અવાજને 'લો પિચ' (ધીમા સ્વર) પર લાવ્યા હતા. આ જ ગઝલોએ તેમને તેમનો પહેલો નેશનલ એવોર્ડ અપાવ્યો હતો. ત્યારબાદ, તેમને ફિલ્મ 'ઇજાઝત'ના ગીત 'મેરા કુછ સામાન' માટે બીજો નેશનલ એવોર્ડ મળ્યો.

1995માં આશા ભોસલેએ 62 વર્ષની ઉંમરે અભિનેત્રી ઉર્મિલા માતોંડકર માટે અવાજ આપ્યો. તેમણે ઉર્મિલાની ફિલ્મ 'રંગીલા'ના ગીતો 'તન્હા તન્હા' અને 'રંગીલા રે' ગાયા હતા. વર્ષ 2000ના દાયકામાં આવેલી ફિલ્મ 'લગાન'નું ગીત 'રાધા કૈસે ના જલે', ફિલ્મ 'પ્યાર તૂને ક્યા કિયા'નું ગીત 'કમ્બખ્ત ઇશ્ક' અને ફિલ્મ 'લકી'નું ગીત 'લકી લિપ્સ' પણ આશા ભોસલેએ જ ગાયા હતા. આ તમામ ગીતો આગળ જતાં સુપરહિટ સાબિત થયા હતા.

આશા ભોસલેના નામે છે આ રેકોર્ડ

વર્ષ 2013માં આશા ભોસલેએ એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. 79 વર્ષની ઉંમરે આશા જી ફિલ્મ 'માઈ'માં એક 65 વર્ષની મહિલાની ભૂમિકામાં જોવા મળ્યા હતા, જે અલ્ઝાઈમરની દર્દી હોય છે અને જેના બાળકો તેને છોડી દે છે. આ ભૂમિકા માટે વિવેચકો દ્વારા આશા ભોસલેના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. મે 2020માં આશા જીએ 'આશા ભોસલે ઓફિશિયલ' નામે પોતાની યૂટ્યૂબ ચેનલ લોન્ચ કરી હતી. હિન્દી, બંગાળી, મરાઠી સહિત આશા ભોસલેએ પોતાની કારકિર્દીમાં 20 ભાષાઓમાં ગીતો ગાયા છે, જેના કારણે તેમનું નામ 'ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'માં નોંધાયેલું છે.