Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Not only the actor, but also the director and writer was Nana Patekar; his journey came

એક્ટર જ નહીં, ડિરેક્ટર અને લેખક પણ હતા નાના પાટેકર; આવો રહ્યો તેમનો સફર

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2026
લાઇવ ટીવીGoogle News
એક્ટર જ નહીં, ડિરેક્ટર અને લેખક પણ હતા નાના પાટેકર; આવો રહ્યો તેમનો સફર
સોર્સ : gstv
હિન્દી અને મરાઠી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું ગુરુવારે 8 ઓક્ટોબર 2026ના રોજ 75 વર્ષની વયે નિધન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહેવાલ મુજબ તેઓ ગોવા (Goa) સ્થિત પોતાના ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે દોના પાવલા (Dona Paula) સ્થિત મણિપાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
App Store
 
 
નાના પાટેકરનું નામ ભારતીય સિનેમામાં માત્ર એક અભિનેતા તરીકે નહીં પરંતુ બહુઆયામી કલાકાર તરીકે લેવામાં આવે છે. પાંચ દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં તેમણે અભિનેતા, દિગ્દર્શક, લેખક અને સંવાદ લેખક તરીકે પોતાની પ્રતિભા સાબિત કરી હતી. આજે 75 વર્ષની વયે તેમના નિધનના સમાચારથી સમગ્ર ફિલ્મ જગતમાં શોકની લાગણી છે.
 
અભિનયમાં આગવી શૈલી
 
નાના પાટેકરની સૌથી મોટી તાકાત તેમનો સ્વાભાવિક અભિનય અને શક્તિશાળી સંવાદ અદાયગી હતી. તેઓ પોતાના પાત્રોને માત્ર ભજવતા નહોતા, પરંતુ તેમાં સંપૂર્ણ રીતે ઉતરી જતા હતા. ગંભીર અને નકારાત્મક પાત્રોથી લઈને કોમેડી સુધી તેમણે વિવિધ પ્રકારના રોલ કર્યા.
 
અનેક પુરસ્કારોથી સન્માન
 
તેમના અભિનય માટે નાના પાટેકરને નેશનલ ફિલ્મ એવોર્ડ અને ફિલ્મફેર સહિત અનેક પુરસ્કાર મળ્યા હતા. ‘પરિન્દા’, ‘ક્રાંતિવીર’ અને ‘અગ્નિસાક્ષી’ જેવી ફિલ્મો માટે તેમના અભિનયને ખાસ સન્માન મળ્યું હતું.
 
દિગ્દર્શન અને લેખનમાં પણ યોગદાન
 
નાના પાટેકરે ‘પ્રહાર: ધ ફાઇનલ એટેક’થી દિગ્દર્શન ક્ષેત્રે પણ પગ મૂક્યો હતો. તેઓ સ્ક્રીનપ્લે અને ડાયલોગ રાઇટિંગ સાથે પણ જોડાયેલા રહ્યા હતા. એટલે તેમની ઓળખ માત્ર પડદા પર દેખાતા અભિનેતા સુધી મર્યાદિત રહી નહોતી.
 
પાંચ દાયકાની યાદગાર સફર
 
‘પરિન્દા’, ‘પ્રહાર’, ‘ક્રાંતિવીર’, ‘તિરંગા’, ‘ખામોશી’, ‘અપહરણ’, ‘અબ તક છપ્પન’ અને ‘વેલકમ’ જેવી ફિલ્મોએ તેમની કારકિર્દીને વિશેષ ઓળખ આપી. મરાઠી અને હિન્દી બંને સિનેમામાં તેમણે પોતાની અલગ જગ્યા બનાવી. નાના પાટેકરનું નિધન ભારતીય ફિલ્મ જગત માટે મોટી ખોટ છે. તેમનો અવાજ, અભિનય અને યાદગાર પાત્રો લાંબા સમય સુધી દર્શકોના મનમાં જીવંત રહેશે.
ટોપિક્સ:GSTV NewsGujarati News