2025ની 7 સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો, 37 વર્ષના હીરોનો છવાયો જાદુ, મોટા મોટા સુપરસ્ટારને છોડ્યા પાછળ

વર્ષ 2025માં ઘણી બધી શાનદાર હિન્દી ફિલ્મો રિલીઝ થઈ હતી. હવે તે 7 ફિલ્મોની યાદી આવી છે જેણે ભારતમાં બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી હતી. આ યાદીમાં વિક્કી કૌશલની 'ચાવા' થી લઈને સલમાન ખાનની 'સિકંદર' સુધીના નામ શામેલ છે. 37 વર્ષીય હીરોએ માત્ર સલમાન ખાન જ નહીં પરંતુ અક્ષય કુમારને પણ પાછળ છોડી દીધા છે.
છાવા:
આ યાદીમાં વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા' પ્રથમ ક્રમે છે. આ પીરિયડ ડ્રામા ફિલ્મમાં રશ્મિકા મંદાના પણ જોવા મળી હતી. અક્ષય ખન્ના વિલનની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયો હતો. ફિલ્મ 'છાવા' એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી અને 615 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
હાઉસફુલ 5:
અક્ષય કુમારની સસ્પેન્સ કોમેડી ફિલ્મ 'હાઉસફુલ 5' એ દર્શકોને ખૂબ હસાવ્યા. તેમાં અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. તે 2025ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની. 'હાઉસફુલ 5' એ 200 કરોડ રૂપિયા કલેક્શન કર્યા હતાં.
રેડ 2:
અજય દેવગનની ફિલ્મ 'રેડ 2' સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં ત્રીજા નંબરે છે. આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો. 'રેડ 2' એ બોક્સ ઓફિસ પર પણ સારી કમાણી કરી. અજય દેવગન સ્ટારર ફિલ્મે ભારતમાં 180 કરોડ રૂપિયાનો જબરદસ્ત બિઝનેસ કર્યો.
સિતારે જમીન પર:
આમિર ખાન અને જેનેલિયા ડિસોઝાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સિતારે જમીન પર' એ બધાના દિલ જીતી લીધા. ફિલ્મને વિવેચકો તરફથી સારી સમીક્ષા મળી. 'સિતારે જમીન પર' એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી અને લગભગ 162 કરોડ રૂપિયાની કમાણી કરી.
સ્કાય ફોર્સ:
અક્ષય કુમારની ફિલ્મ 'સ્કાય ફોર્સ' પણ આ વર્ષે રિલીઝ થઈ હતી. વીર પહાડિયાએ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અભિષેક અનિલ કપૂર અને સંદીપ કેવલાની દ્વારા દિગ્દર્શિત 'સ્કાય ફોર્સ' એ ભારતીય બોક્સ ઓફિસ પર 135 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
સિકંદર:
સલમાન ખાન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ 'સિકંદર'નું નામ 2025માં સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મોની યાદીમાં પણ છે. આ ફિલ્મને યાદીમાં છઠ્ઠું સ્થાન મળ્યું છે. સલમાન ખાનની એક્શન-થ્રિલર ફિલ્મે લગભગ 135 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
કેસરી ચેપ્ટર 2- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાંવાલા બાગ:
અક્ષય કુમારની ફિલ્મ જલિયાંવાલા બાગ હત્યાકાંડ પર આધારિત હતી. તેમાં આર. માધવન અને અનન્યા પાંડે પણ મુખ્ય ભૂમિકામાં હતા. અક્ષયની ફિલ્મે ભારતમાં લગભગ 94 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

