Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Teaser released of Game Changer starring Ram Charan and Kiara

VIDEO / એક્શનથી ભરપૂર છે ગેમ ચેન્જરનું ટીઝર, રામ ચરણના પાત્ર વિશે અનુમાન લગાવવું છે મુશ્કેલ

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2024
લાઇવ ટીવીGoogle News

ભારે ઉત્સુકતા વચ્ચે રામ ચરણ અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ ગેમ ચેન્જરનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન શંકર દ્વારા કરવામાં આવ્યું છે. ટીઝર લોન્ચ ઈવેન્ટ લખનૌમાં યોજવામાં આવી હતી. 

App Store

આ પણ વાંચો: VIDEO / ન ચપ્પલ, ન શુઝ, ઉઘાડા પગે એરપોર્ટ પહોંચ્યો સાઉથનો સુપરસ્ટાર, આ છે કારણ

ગેમ ચેન્જરના ટીઝરમાં રામ ચરણને એક હીરો તરીકે દર્શાવવામાં આવ્યો છે જે ગુંડાઓને મારે છે. આ એક્શન ડ્રામા વચ્ચે, કિયારા અડવાણી સાથેની તેની લવ સ્ટોરીની પણ એક નાની ઝલક બતાવવામાં આવી છે.

લખનૌમાં ટીઝર લોન્ચ કરાયું

ગેમ ચેન્જરનું ટીઝર લખનૌમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને તેના માટે રામ ચરણ ખાસ ત્યાં પહોંચ્યો હતો. 

રામ ચરણનું પાત્ર

ટીઝરની શરૂઆત રામ નામના એક વ્યક્તિની ભૂમિકામાં કરવામાં આવે છે જે ખૂબ જ સારો પરંતુ ગુસ્સાવાળો છે. કેટલાક એક્શન સીન પછી, રામ ચરણ એક યુવાન, કોલેજ જતા પાત્ર તરીકે જોવા મળે છે. જો કે, થોડી સેકન્ડ બાદ તે સફેદ ધોતી પહેરેલો પણ જોવા મળે છે, આમ ફિલ્મમાં રામ ચરણના પાત્ર વિશે અનુમાન લગાવવું મુશ્કેલ છે.

ફિલ્મમાં કિયારા અને રામ ચરણ ઉપરાંત અંજલિ, સમુતિરકાની, એસજે સૂર્યા, શ્રીકાંત, પ્રકાશ રાજ અને સુનીલ પણ જોવા મળશે. ગેમ ચેન્જર તમામ દક્ષિણ ભારતીય ભાષાઓ અને હિન્દીમાં રિલીઝ થશે.

ફરી એકવાર સાથે જોવા મળશે આ જોડી

રામ ચરણ અને કિયારા અડવાણી ગેમ ચેન્જર દ્વારા ફરી એકવાર સાથે જોવા મળશે. આ પહેલા બંનેએ બોયાપતિ શ્રીનુ દ્વારા નિર્દેશિત 'વિનય વિદ્યા રામા' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. જોકે આ ફિલ્મ ફ્લોપ રહી હતી, પરંતુ લોકોએ તેમની કેમેસ્ટ્રીના વખાણ કર્યા હતા. ફેન્સ તેમને ફરી સાથે સ્ક્રીન પર જોવાની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ 10 જાન્યુઆરી 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.