તાપસી પોતાના લગ્નને જાહેર ચર્ચાનો વિષય બનાવવા નહોતી માંગતી, ખાનગી રીતે લગ્ન અંગે તોડ્યું મૌન
તાપસી પન્નુ હાલના દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ 'ફીર આઈ હસીન દિલરુબા'ને લઈને ચર્ચામાં છે. આ સાથે તે પોતાની પર્સનલ લાઈફ

તાપસી પન્નુ હાલના દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ 'ફીર આઈ હસીન દિલરુબા'ને લઈને ચર્ચામાં છે. આ સાથે તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચાનો વિષય બની છે. થોડા દિવસ પહેલા અભિનેત્રીના સોશિયલ મીડિયામાં પર ફોટો વાયરલ થયા હતા. હવે તાપસી પન્નુએ પોતાના લગ્નના સમાચાર અંગે મૌન તોડ્યું છે. અને વાયરલ ફોટો પાછળની સત્યતા પણ બતાવી છે.
બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ વિશે એવા અહેવાલો હતા કે અભિનેત્રીએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ મેથિયાસ બોને ગુપ્ત રીતેલ લગ્ન કરી લીધા છે. કપલના લગ્નના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જો કે તાપસીએ આ તમામ સમાચારો પર કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. પરંતુ હવે અભિનેત્રીએ પોતે કબુલ્યું છે કે, પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ મેથિયાસ સાથે લગ્ન કરી લીધા છે.
તાપસી પન્નુએ પોતાના ખાનગી રીતે થયેલા લગ્ન અંગે કહ્યું કે, 'મને વિશ્વાસ નથી થતો કે હું મારા અંગત જીવનને એ પ્રકારે જાહેર કરવા નહોતી માંગતી. મેં આ માટે વિચાર્યું હતું. મારા જીવનસાથી અથવા લગ્નમાંના હાજર લોકોએ નહીં. મેં લગ્નની વાત અમારા સુધી જ સીમિત રાખી હતી. તેને ગુપ્ત રાખવાનો ક્યારેય કોઈ ઈરાદો નહોતો.
તાપસી પન્નુએ લગ્નની તસવીરો પોસ્ટ રિલીઝ કરવા બાબતે ચર્ચા કરતા કહ્યું કે, 'હું તેને સાર્વજનિક ચર્ચાનો વિષય બનાવવા નહોતી માંગતી. કારણ કે તે પછી તેને લોકો દ્વારા કેવી રીતે જોવામાં આવશે. એટલા માટે મારી કોઈ પણ પ્રકારની રિલીઝની કોઈ યોજના નહોતી. મને નથી લાગતું કે હું હજી તેના માટે માનસિક રીતે તૈયાર છું. હું જાણતી હતી કે જે લોકો હાજર હતા તે મારા પ્રસંગને શોભાવવા ઈચ્છતા હતા. કોઈ એને જજ કરવા નહોતા આવ્યા. એટલા માટે હું એકદમ નચિંત હતી.
અભિનેત્રી તાપસી પન્નુએ 22 માર્ચે ઉદયપુરમાં એક ભવ્ય સમારોહમાં તેના બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે લગ્ન કર્યા. તેણીએ હજી સુધી સોશિયલ મીડિયા પર લગ્નના સત્તાવાર ફોટા અને વિડિયો શેર કર્યા નથી. તેણીના ચાહકો એ જાણીને નિરાશ થશે કે અભિનેત્રી પોતાના લગ્નની કોઈપણ ઝલક ઓનલાઈન શેર કરવાની યોજના ધરાવતી નથી.
જણાવી દઈએ કે તાપસીના લગ્નની તમામ જવાબદારી તેની બહેન શગુન પન્નુએ ઉપાડી લીધી હતી. લગ્ન ખૂબ જ મર્યાદિત હોવાથી, તાપસીને કોઈ બાબતની ચિંતા કરવાની જરૂર નહોતી.
તાપસી પન્નુનું વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાપસી પન્નુ તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ફિર આયી હસીન દિલરૂબા'માં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2021ની ક્રાઈમ-સસ્પેન્સ ફિલ્મ 'હસીન દિલરૂબા'ની સિક્વલ છે જે ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થશે.








