ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારની 21 વર્ષની ભત્રીજી તિશાનું નિધન
ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારની પિતરાઈ બહેન અને અભિનેતા કૃષ્ણ કુમારની પુત્રી તિશા કુમારનું

ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારની પિતરાઈ બહેન અને અભિનેતા કૃષ્ણ કુમારની પુત્રી તિશા કુમારનું નિધન થયું છે. તિશા લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી. તેણી માત્ર 21 વર્ષની હતી. રિપોર્ટ્સનું માનીએ તો તિશા પહેલા મુંબઈમાં કેન્સરની સારવાર કરાવી રહી હતી. બાદમાં તેને સારવાર માટે જર્મની લઈ જવામાં આવી હતી. જર્મનીની એક હોસ્પિટલમાં દાખલ તિશાનું ગુરુવારે સારવાર દરમિયાન મોત થયું હતું. T-Seriesના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, " કૃષ્ણ કુમારની પુત્રી તિષા કુમારનું ગઈકાલે (ગુરુવારે) બીમારી સાથે લાંબી લડાઈ બાદ નિધન થયું છે. પરિવાર માટે આ ખૂબ જ મુશ્કેલ સમય છે. અમે દરેકને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા વિનંતી કરીએ છીએ."
કૃષ્ણ કુમારની પુત્રી તિશાએ કેન્સરને કારણે દુનિયાને અલવિદા કહી દીધું. કૃષ્ણ કુમારે 90ના દાયકામાં કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે, તેને બોલિવૂડમાં લીડ હીરો તરીકે ઓળખ મળી ન હતી. તેણે પોતાના કરિયરમાં કોઈ હિટ ફિલ્મ આપી નથી. તેમની 1995ની ફિલ્મ 'બેવફા સનમ'નું ગીત 'અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર...' ખૂબ જ હિટ રહ્યું હતું. કૃષ્ણા T-Series કંપનીના સ્થાપક ગુલશન કુમારના નાના ભાઈ છે. ગુલશને તેના ભાઈ માટે કેટલીક ફિલ્મો પણ બનાવી હતી.
કૃષ્ણ કુમાર ટી-સીરીઝના સહ-માલિક છે
કૃષ્ણ કુમાર દુઆનો જન્મ પંજાબી પરિવારમાં થયો હતો. તેમના પિતા ચંદ્રભાન ફળ વિક્રેતા હતા, જેઓ ભાગલા પછી દિલ્હી આવ્યા હતા. કૃષ્ણા ગુલશન કુમારના નાના ભાઈ છે, જે સુપર કેસેટ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક છે, જેને T-Series તરીકે પણ ઓળખવામાં આવે છે. કૃષ્ણ કુમારે અભિનેત્રી તાન્યા સિંહ સાથે લગ્ન કર્યા છે, જે સંગીતકાર અજીત સિંહની પુત્રી છે. અભિનયમાં સફળતા ન મળતાં કૃષ્ણ કુમારે ટી-સિરીઝનો હવાલો સંભાળ્યો. હવે તેઓ ભૂષણ કુમાર સાથે મળીને આ કંપની ચલાવે છે. T-Series દ્વારા નિર્મિત ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી છે. ટી-સિરીઝ દ્વારા નિર્મિત આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, તે છે 'ખેલ ખેલ મેં', 'ભૂલ ભૂલૈયા 3', 'રેઇડ 2', 'મેટ્રો આજકાલ', 'ઘુડચડી'.






