પ્રખ્યાત અભિનેત્રી ડેલ હેડનનું શંકાસ્પદ મૃત્યુ, ઘરના બીજા માળના બેડરૂમમાંથી મળ્યો મૃતદેહ
હોલિવૂડની જાણીતી અભિનેત્રી અને મોડલ ડેલ હેડનનું અમેરિકાના પેન્સિલવેનિયામાં શંકાસ્પદ સંજોગોમાં મ

હોલિવૂડની જાણીતી અભિનેત્રી અને મોડલ ડેલ હેડનનું અમેરિકાના પેન્સિલવેનિયામાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. પોલીસે જણાવ્યું કે, 'કાર્બન મોનોક્સાઈડ લીક થવાને કારણે હેડનનું મૃત્યુ થયું હતું.' તે 76 વર્ષની હતી. તેના સોલેબરી ટાઉનશીપ ઘરના બીજા માળના બેડરૂમમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચો : Rajesh Khanna Birth Anniversary / 'કાકા'ના તે 6 મોટા રેકોર્ડ, જેણે તેમને બનાવ્યા બોલિવૂડના પહેલા સુપરસ્ટાર
ઘટનાસ્થળની સ્થિતિ
બક્સ કાઉન્ટીના અધિકારીઓએ કહ્યું કે, 'સવારે સોલેબરી ટાઉનશિપમાં આવેલા એક ઘરમાં એક વ્યક્તિ બેભાન અવસ્થામાં હોવાની જાણકારી મળી હતી. જેની ઓળખ 76 વર્ષીય એરી.કે. વૉલ્ટર જે.બ્લૂકાસ તરીકે થઇ હતી. જેને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા. જ્યારે ઘરના બીજા માળે જ ડેલ હેડન મૃત હાલતમાં મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે ડેલ હેડન 1970 અને 1980 ના દાયકામાં વોગ, કોસ્મોપોલિટન અને એલે તથા એસ્ક્વાયરના કવર પર જોવા મળી હતી.
પોલીસે તપાસ હાથ ધરી
સોલેબરી ટાઉનશીપ પોલીસ વિભાગે સઘન તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ગેસ હીટિંગ સિસ્ટમની નબળી જાળવણી અને ગંદી ચીમનીને કારણે એક્ઝોસ્ટ પાઇપમાંથી ગેસ લીકેજ થયો હતો.






