Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Supreme Court gives a big blow to Darshan

સુપ્રિમ કોર્ટે દર્શનને આપ્યો મોટો ઝટકો! આ કન્નડ એક્ટર પર છે હત્યાનો કેસ

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સુપ્રિમ કોર્ટે દર્શનને આપ્યો મોટો ઝટકો! આ કન્નડ એક્ટર પર છે હત્યાનો કેસ
સોર્સ : gstv

સુપ્રીમ કોર્ટે ગુરૂવારે કન્નડ ફિલ્મ અભિનેતા દર્શનને તગડો ઝટકો વાગ્યો છે. સુપ્રીમ કોર્ટે દર્શનને ચાહક રેણુકાસ્વામીની હત્યા મામલે કર્ણાટક હાઈકોર્ટમાંથી મળેલા જામીન રદ કર્યા છે અને દર્શનની તરત જ ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.

App Store

કર્ણાટક હાઈકોર્ટ થઈ સુનવણી

જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે કર્ણાટક હાઈકોર્ટના બંને આરોપીના જામીનની અરજી પર સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ બેન્ચે 24 જુલાઈના રોજ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

જામીન અરજી કરી રદ

બેન્ચ તરફથી આદેશ આપતાં જસ્ટિસ મહાદેવને જણાવ્યું હતું કે, કર્ણાટક હાઈકોર્ટના આદેશ રદ કરવામાં આવ્યો છે. અને જામીન અરજી પણ રદ કરી છે. જસ્ટિસ જેબી પારડીવાલાએ પણ જણાવ્યું હતું કે, જસ્ટિસ મહાદેવનનો નિર્ણય ન્યાયી છે. તે સંદેશ આપે છે કે, આરોપી ગમે તેટલો મોટો હોય, તે કાયદાથી ઉપર ન હોઈ શકે. તે એક મજબૂત સંદેશ પણ આપે છે કે, કોઈપણ સ્તરે ન્યાય આપતી સંસ્થાએ કોઈપણ કિંમતે કાયદાનું શાસન જાળવી રાખવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર કે નીચે નથી."
આ આદેશ ઉપરાંત, કોર્ટે જેલમાં આરોપીઓને વિશેષ સુવિધાઓ પૂરી પાડવા અંગે પણ ચેતવણી આપી છે. કોર્ટે કહ્યું, 'જે દિવસે અમને ખબર પડશે કે આરોપીઓને ફાઇવ સ્ટાર સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તે દિવસે અમારું પહેલું પગલું સુપરિન્ટેન્ડેન્ટ અને અન્ય તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનું હશે.'