Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Siddhant-Mrunal pair ready to shine on the silver screen, release date announced along with the film's poster

સિદ્ધાંત-મૃણાલની જોડી રૂપેરી પડદે ચમકવા તૈયાર, ફિલ્મના પોસ્ટર સાથે રિલીઝ તારીખ જાહેર થઈ

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સિદ્ધાંત-મૃણાલની જોડી રૂપેરી પડદે ચમકવા તૈયાર, ફિલ્મના પોસ્ટર સાથે રિલીઝ તારીખ જાહેર થઈ
સોર્સ : GSTV

સંજય લીલા ભણશાળીનાં પ્રોડક્શન હેઠળની ફિલ્મ 'દો દિવાને શહેર મેં'ની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી  20મી ફેબુ્રઆરીએ આ ફિલ્મ રજૂ થશે. ઝી સ્ટુડિયો અને ભણસાલી પ્રોડક્શન્સે તેનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. તેનો અનાઉન્સમેન્ટ ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યો છે. જે ફેન્સને પસંદ આવી રહ્યો છે.

App Store

દર્શકોને જોવા મળશે નવી જોડી

'દો દિવાને શહેર મેં'માં સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની નવી જોડી દર્શકોને જોવા મળશે. ફિલ્મનું ફક્ત પ્રોડક્શન જ  સંજય લીલા ભણશાળીનું છે, જ્યારે ડાયરેક્ટર રવિ ઉદયવાર હશે.

આ ફિલ્મ દ્વારા સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર પોતાની અભિનય કુશળતાથી લોકોના દિલ જીતવાનો પ્રયાસ કરશે. ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટરમાં, સિદ્ધાંત અને મૃણાલ પોતાની દુનિયામાં ખોવાયેલા જોઈ શકાય છે.

વેલેન્ટાઈન ડે વખતે રજૂ થશે 'ઓ રોમિયો' 

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મના એક સપ્તાહ પહેલા જ વેલેન્ટાઈન ડે વખતે શાહિદ અને તૃપ્તિ ડિમરીની 'ઓ રોમિયો' રજૂ થવાની છે. આમ આ બંને ફિલ્મો આગળ પાછળ ટકરાઈ શકે છે. ફેબુ્રઆરી મહિનામાં જ 27 તારીખે રાણી મુખર્જીની 'મર્દાની થ્રી' રજૂ થવાની છે. આ તમામ ફિલ્મોએ આગળ પાછળની રીલિઝ ડેટ નક્કી કરી છે એટલે તેમને પહેલા સપ્તાહમાં સ્ક્રીન મેળવવામાં વાંધો નહિ આવે પરંતુ જો કોઈ ફિલ્મ લાંબી ચાલે તો ટકરામણની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે.