Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Shraddha Kapoor's Hollywood debut: She will make start with this animated film

શ્રદ્ધા કપૂર કરી રહી છે હોલીવૂડમાં ડેબ્યૂ, આ અનિમેટેડ ફિલ્મથી કરશે શુભ શરુઆત

Timeછેલ્લું અપડેટ : 08 Nov 2025
લાઇવ ટીવીGoogle News
શ્રદ્ધા કપૂર કરી રહી છે હોલીવૂડમાં ડેબ્યૂ, આ અનિમેટેડ ફિલ્મથી કરશે શુભ શરુઆત
સોર્સ : GSTV

બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર હવે એનિમેશનની દુનિયામાં પગલાં માંડવા જઈ રહી છે. ડિઝનીની સુપરહિટ એનિમેટેડ ફ્રેન્ચાઈઝી ‘ઝૂટોપિયા’ની સિક્વલ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને આમાં જૂડી હોપ્સ નામની પ્યારી પણ નીડર સસલી પોલીસ ઓફિસરને હવે હિન્દીમાં શ્રદ્ધા કપૂર પોતાનો અવાજ આપવા જઈ રહી છે. આ ફિલ્મ 28 નવેમ્બરે ભારતમાં રિલીઝ થશે અને ડિઝની ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પર આ નવી શરૂઆતની જાહેરાત કરીને ચાહકોને મોટું આશ્ચર્ય આપ્યું છે.

App Store

શ્રદ્ધા કપૂરનો નવો અવતાર

શ્રદ્ધા કપૂર અત્યાર સુધી પોતાની ફિલ્મોમાં અભિનય માટે જાણીતી હતી, પરંતુ આ વખતે તે સંપૂર્ણપણે અલગ અંદાજમાં દર્શકો સાથે જોડાશે. ડિઝનીએ પોતાના સત્તાવાર પેજ પર શ્રદ્ધાનું એક પોસ્ટર જાહેર કર્યું છે જેમાં તે જૂડી હોપ્સ સાથે જોવા મળી રહી છે. શ્રદ્ધાએ પણ પોસ્ટ શેર કરતાં લખ્યું- ‘ઝૂટોપિયા 2’ ફેમિલીનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. જૂડી હોપ્સ જેવા ઉર્જાવાન, નીડર અને સુંદર પાત્રને મારો અવાજ આપવો એ મારા માટે સ્વપ્ન જેવું છે.’

શ્રદ્ધાના આ સંદેશ બાદ સોશિયલ મીડિયા પર તેના ચાહકો આનંદથી ઝૂમી ઉઠ્યા છે. ઘણા યુઝર્સે લખ્યું કે શ્રદ્ધાનો અવાજ આ પાત્રમાં બિલકુલ યોગ્ય બેસશે કારણ કે તેના અવાજમાં તે જ ઉત્સાહ અને નિર્દોષતા છે જે જૂડી હોપ્સના વ્યક્તિત્વમાં ઝલકે છે.

ચાર ભાષાઓમાં રિલીઝ થશે

ડિઝની ઈન્ડિયાએ એ પણ પુષ્ટિ કરી છે કે ‘ઝૂટોપિયા 2’ હિન્દી ઉપરાંત અંગ્રેજી, તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે જેથી ભારતના તમામ દર્શકો તેને પોતાની ભાષામાં આનંદ માણી શકે. શ્રદ્ધા કપૂરનું નામ જોડાવાથી ફિલ્મના હિન્દી વર્ઝનને ખાસ પ્રમોશન મળવાની આશા છે.

શ્રદ્ધાનું વર્કફ્રન્ટ

શ્રદ્ધા કપૂર છેલ્લે 2024ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘સ્ત્રી 2’માં જોવા મળી હતી, જેણે 875 કરોડથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચ્યો હતો. હવે તેની પાસે ‘ઝૂટોપિયા 2’ ઉપરાંત અન્ય ઘણા મોટા પ્રોજેક્ટ્સની લાઈન લાગેલી છે.