Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Aryan Khan will make a film with father Shah Rukh

OTTની સફળતા બાદ આર્યન ખાન બનાવશે પિતા શાહરુખ સાથે ફિલ્મ

Timeછેલ્લું અપડેટ : 08 Nov 2025
લાઇવ ટીવીGoogle News
OTTની સફળતા બાદ આર્યન ખાન બનાવશે પિતા શાહરુખ સાથે ફિલ્મ
સોર્સ : GSTV

મુંબઇ: આર્યન ખાન ઓટીટી સીરિઝ 'ધી બેડ્સ ઓફ બોલીવૂડ'ની સફળતા બાદ હવે ફીચર ફિલ્મોનું દિગ્દર્શન કરવાનો છે. તેના હવે પછીના ફિલ્મ પ્રોજેક્ટ માટે ટૂંક સમયમાં કાસ્ટિંગ શરુ થશે.

App Store

આ ફિલ્મ પૂર્ણ થયા બાદ ૨૦૨૭માં તે પિતા શાહરુખ ખાનને મુખ્ય ભૂમિકામાં લઈ એક ફિલ્મ બનાવશે.

આર્યન પોતાના સુપરસ્ટાર પિતા શાહરૂખ ખાનને દિગ્દર્શન આપતાં પહેલાં પોતે એક સારી ફિલ્મ પણ બનાવી શકે છે તે પુરવાર કરવા માગે છે. આથી તે  પહેલાં એક ફિલ્મનું  દિગ્દર્શન કરશે. તે પૂર્ણ થયા બાદ શાહરુખની ફિલ્મ હાથ પર લેશે. 

આર્યનની નવી ફિલ્મની સ્ટોરી કે કાસ્ટિંગ વિશે હજુ સુધી કોઈ વિગતો બહાર આવી નથી.