નાગા ચૈતન્યના પ્રેમમાં ડૂબેલી જોવા મળી શોભિતા ધુલીપાલા, શેર કરી લગ્નની 9 સુંદર તસવીરો
શોભિતા ધુલીપાલા અને નાગા ચૈતન્યએ તેમના લગ્ન પછી પહેલીવાર એક સાથે કેટલીક તસવીરો શેર કરી છે જે સોશ

શોભિતા ધુલીપાલા અને નાગા ચૈતન્યએ તેમના લગ્ન પછી પહેલીવાર એક સાથે કેટલીક તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમના લગ્નની આ સુંદર પળોએ લોકોના દિલ જીતી લીધા છે. એક ફોટામાં શોભિતાએ નાગા ચૈતન્યનો ચહેરો પ્રેમથી પકડી રાખ્યો છે અને દક્ષિણ ભારતીય બ્રાઈડલ ડ્રેસમાં કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. શોભિતા અને નાગાએ લગ્નના 5 દિવસ બાદ પોતાના લગ્નની 9 તસવીરો શેર કરીને કેટલીક ખાસ પળોની ઝલક બતાવી છે. નાગા અને શોભિતા 4 ડિસેમ્બર 2024ના રોજ લગ્ન બંધનમાં બંધાયા છે. લગ્ન પછી કપલે તેમના લગ્નના પ્રથમ ફોટા શેર કર્યા.
આ પણ વાંચો: શોભિતા સાથે લગ્ન બાદ આવુ જીવન જીવવા માંગે છે નાગા ચૈતન્ય
નાગા ચૈતન્ય-શોભિતા ધુલીપાલાનું રોમેન્ટિક ફોટોશૂટ
આ તસવીરોમાં શોભિતા ધુલીપાલા અને નાગા ચૈતન્ય ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ કપલની તસવીરો ચર્ચામાં રહે છે. એકમાં શોભિતા નાગા ચૈતન્યનો ચહેરો પ્રેમથી પકડી રહી છે. આ કપલે લગ્નમાં દક્ષિણ ભારતીય પરંપરાગત પોશાક પહેર્યા હતા. શોભિતાએ સુંદર સફેદ અને લાલ કાંજીવરમ સિલ્ક સાડી પહેરી છે, જ્યારે ચૈતન્યએ સોનેરી-સફેદ રંગનો કુર્તો અને વેષ્ટી પહેરી છે. અન્ય એક તસવીરમાં તે વરમાળા દરમિયાન મસ્તી કરતો જોવા મળે છે.
શોભિતા-નાગાના લગ્નની સુંદર તસવીરો
લગ્નની તસવીરો શોભિતા ધુલીપાલા અને નાગા ચૈતન્યએ તેમના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. તેમાં કપલ તેમના લગ્નની વિધિ દરમિયાન ખૂબ જ મસ્તી અને પ્રેમ કરતા જોવા મળે છે. એક ફોટોમાં શોભિતાને નાગા ચૈતન્ય મંગલસૂત્ર પહેરાવતા જોવા મળી રહ્યાં છે. એક ફોટોમાં શોભિતા સફેદ રંગની કોટન સાડી પહેરેલી જોવા મળી રહી છે અને તેના પર ફૂલોની વર્ષા કરવામાં આવી રહી છે. આ સિવાય આ કપલે લગ્નની અન્ય વિધિઓની પણ ઝલક બતાવી છે. છેલ્લી તસવીરમાં શોભિતા અને ચૈતન્ય એક સાથે કંઈક જોઈ રહ્યાં છે. આ ફોટા સાથેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે - 'कान्ते वदनामि सुबगे त्वं सारदम शतम्,. ફેન્સ અને સેલિબ્રિટીઓએ કોમેન્ટ સેક્શનમાં કપલને અભિનંદન પાઠવ્યા હતા.






