મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

શોભિતા સાથે લગ્ન બાદ આવુ જીવન જીવવા માંગે છે નાગા ચૈતન્ય

સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્યએ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુથી છૂટાછેડા

શોભિતા સાથે લગ્ન બાદ આવુ જીવન જીવવા માંગે છે નાગા ચૈતન્ય

સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્યએ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુથી છૂટાછેડા લીધા બાદ ફરી એકવાર નવી જિંદગી શરૂ કરી છે. નાગા ચૈતન્યએ સાઉથ એક્ટ્રેસ શોભિતા ધુલીપાલા સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન 4 ડિસેમ્બર 2024ના રોજ હૈદરાબાદમાં સંપૂર્ણ વિધિ અને ધામધૂમથી થયા હતા. નાગા ચૈતન્ય અને શોભિતાના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન નાગાએ પોતાના ભવિષ્યના બાળકો વિશે વાત કરી છે. તેણે એ પણ જણાવ્યું કે તે કેટલા બાળકોના પિતા બનવા માંગે છે.

આ પણ વાંચો : PHOTOS: સસરા નાગાર્જુને શોભિતા ધુલીપાલાનું પરિવારમાં સ્વાગત કર્યું, પુત્ર ચૈતન્ય પર વરસાવ્યો પ્રેમ

નાગા કઝિન રાણાના શોમાં જોવા મળશે

નાગા ચૈતન્ય એમેઝોન પ્રાઇમ વિડિયો પર 'ધ રાણા દગ્ગુબાતી શો'માં તેના પિતરાઈ ભાઈ રાણા દગ્ગુબાતી સાથે જોવા મળશે. કો રાણા આ શોને હોસ્ટ કરશે. આ દરમિયાન રાણાએ નાગાને તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ પર ઘણા સવાલો પૂછ્યા, જેના એક્ટરે દિલ ખોલીને જવાબ આપ્યા. રાણાના આ આગામી એપિસોડ દરમિયાન ચૈતન્યએ તેની ભાવિ યોજનાઓ વિશે વાત કરી, જેમાં સંતાન મેળવવાની ઉપરાંત આમિર ખાન અને સાઈ પલ્લવી સાથે કામ કરવાના તેના અનુભવને લઈને વાત કરી.

નાગા બાળકો સાથે પોતાનું બાળપણ જીવવા માંગે છે

પોતાના અંગત જીવન અને ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરતા નાગા ચૈતન્યએ કહ્યું, 'જ્યારે હું 50 વર્ષનો થઈશ ત્યારે હું મારા બાળકો સાથે સુખી લગ્ન જીવન જીવવા માંગુ છું અને મને કેટલાક બાળકો હશે, કદાચ એક કે બે. મને તેમને રેસિંગ અને ગો-કાર્ટિંગમાં લઈ જવા અને મારા બાળપણની ખાસ ક્ષણોને ફરીથી જીવવાનું ગમશે. નાગાએ તેના લગ્ન જીવન અને ભવિષ્ય વિશે ઘણું વિચાર્યું છે.

આ સમાચાર શેર કરો